Bhajans

નાદબ્રહ્મ પદ - ૭, રાગ - ગોડી
Nādbrahma pada 007, rāga - godi

Syadla Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)

Tarsadi Bhajan Mandal (Recorded on January 7, 2007 at Tarsadi Mandir)

શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા, શ્રી ગુરુને પાયે લાગું;
કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઇ ન માગું ... ટેક
shree guru-ne pāye lāguň, pahelā vahelā, shree guru-ne pāye lāguň;
krupā karo to krishna sevā karu, bijuň huň kāň-ii na māguň .. repeat

દીયો ઉપદેશ સદા સુખકારી, જો મન નિર્મલ થાય;
ત્રિવિધ તાપ મત્સર મોહ મમતા, વિકાર સઘળો જાય ... ૧
diyo up-desh sadā sukh-kāri, jo man nir-mal thāy;
trividha tāp mat-sar moh mam-tā, vikār saghalo jāy ... 1

ગુરુ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ;
ભાવ ધરી ગુરુ સેવા કરશે, પામે પદ નિર્વાણ ... ૨
guru dar-shan-no mahimā moto, jāne saňt sujān;
bhāv dhari guru sevā kar-she, pāme pada nir-vān ... 2

વેદ, પુરાણ, ભાગવત બોલે, જેને હોયે ગુરુજીનો દૃઢ વિશ્વાસ;
શ્રી ગુરુ નારાયણ તેને મળશે, કહે જન વૈષ્ણવદાસ ... ૩
ved purān bhāg-vat bole, jene hoye guru-ji-no druDha vish-vāsh;
shree guru nārā-yan tene mal-she, kahe jan vaishnav-dās ... 3

YouTube Video(s):
1. Bhakta Youth - SRBS-SC - June 2, 1996, Kabir Jayanti
2. Bhakta Youth - SRBS-SC - May 17, 2008, Bhakta Bhajan Sammelan at Bhakta Cultural Center, Norwalk, CA, USA
3. Elko Bhajan Mandal - September 27, 2008, Elko, Nevada, USA
4. Panama Bhajan Mandal - March 6, 2012, Bhakta Bhajan Sammelan at Sociedad Hindostana de Panama, Panama City, Panama
5. Rupvada and Lotarva - January 6, 2010
6. SRBS-SC - April 9, 2005,  Bhakta Cultural Center, Norwalk, CA, USA
7. Shree Ramkabir Mandir Bhajan Mandal (playlist)
8. Syadla Bhajan Mandal - April 22, 2009
9. Tarsadi Bhajan Mandal - June 6, 2009, Bhakta Bhajan Sammelan at Shree Ramkabir Mandir, Carson, CA, USA
10. Tarsadi Bhajan Mandal - July 31, 2010, Bhakta Bhajan Sammelan at Humble Civic Center, Humble, TX, USA

Englilsh Translation:
0. At the outset worshiping his Guru, devout poet pleads munificence to let him be blessed with devotion to worship only Lord Krishna, and he doesn't ask for anything else.

1. Expressing his gratitude towards his spiritual teacher, for imparting him with such spiritual learning that cleanses the mind of all worldly evils and frees it from three kinds of squalors - jealousy, attachment and  pertinacity, and the conscience gets liberated from all sorts of spiritual deterioration.

2. A wise spiritual seeker knows well the greater significance of bearing in mind the holy image of the Guru. Whoever would serve the Guru with utmost devotion, shall be able to attain the ultimate spiritual state of salvation.

3. Different religious and spiritual scriptures like Veda, Purana or Bhagwat have sung praises of Guru and thus, Vaishnavdas said that, whoever reposes his faith in the Guru, will be able to accomplish highest spiritual enlightenment and unification with the ultimate spiritual realm of Supreme Entity - Narayan.

------

['શ્રી રામકબીર ભજનાવલિ', પૃષ્ઠ-૫૫]

કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલા પ્રથમ ગુરૂનું અને ત્યાર પછી ગણેશનું સ્મરણ કરવાનો રિવાજ છે. આ રીતનું સ્મરણ-વંદન કરવાનો સુક્ષ્મ પ્રકાર છે. ગુરૂ સામે બેઠા હોય અને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવામાં આવે તો વંદનનો સ્થૂળ પ્રકાર છે. બંને પ્રકારના વંદનનો મહિમા મોટો છે. ગુરૂ માટે પ્રેમ ન હોય, સંપૂર્ણ શ્રદ્ધા ન હોય તો ગુરુનાં કરવામાં આવેલું વંદન ફળદાયી બની શકતું નથી તે સમજવાની વાત છે. ગુરૂ પર સંપૂર્ણ શ્રદ્ધા હોય, ગુરૂ માટે અનન્ય પ્રેમ હોય તો જ ગુરૂ શિષ્ય પર કૃપા કરે છે. ગુરૂ કૃપા ન કરે ત્યાં સુધી મન નિર્મળ થઈ શકે નહિ. મન નિર્મળ ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણ થઈ શકે નહિ. આ હકીકતનો સ્વીકાર આ પદમાં આવ્યો છે.

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,872
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,505
pdf-2અનંત સૂર | Anant Soor 9,109
pdf-3Amar Varso | અમર વારસો 7,385
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,791