Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૦૭
Nādbrahma pada - 707

આજ દિવાળીના દહાડા, હરિ મારે ઘર આવો;
મલકતું શું મુખડું, માનુની ને મન ભાવે ... ટેક
āja divāli-nā dahādā, hari māre ghar āvo
malak-tuň shuň mukhadu, mānu-ni ne man bhāve ... repeat

પહેરો હાર પીતામ્બર અદ્‌ભુત, પાઘડી લટપટી બાંધો;
અતિ કોમળને કુસુમે ભર્યા, ઠમકે પાવલાં માંડો ... ૧
pahero hār pitām-bar ad-bhut, pāghadi lat-pati bāňdho
ati komal-ne kusume bharyā, tham-ke pāvalā māňdo ... 1

પ્રેમ ધરી હું પૂરું સાથિયો, તોરણ હાર બંધાવું;
સૈયર સર્વે સૌભાગ્ય વખાણે, વ્હાલાંજીને પુષ્પે વધાવું ... ૨
prem dhari huň puru sāthiyo, toran hār baňdhāvu
sa-i-yar sarve sa-u-bhāgya vakhāne, vahālā-ji-ne pushpe vadhāvu ... 2

માન ધરી મંદિરમાં તેડું, વ્હાલાજીનું વદન નિહાળું;
પૂજી અર્ચી પાટ બેસાડું, દૂધે પાંવ પખાળું ... ૩
mān dhari maňdir-māň tedu, vahālā-ji-nu vadan nihālu
puji archi pāt besādu, dudhe pāňv pakhālu ... 3

પય પકવાન્ન મીઠાઇ મેવા, મનગમતા લીજે;
રામકૃષ્ણ પ્રભુ રસવશ થઇને, છાસિયું ઘાટે દીજે ... ૪
pay pak-vānn mithā-ii mevā, man-gamtā lije
rām-krishna prabhu ras-vash tha-ii-ne, chhāsiyu ghāte dije ... 4

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - 1 of 2 October 12, 2009, Rāga Dhanāshri
    Shree Ramkabir Mandir Bhajan Mandal - 2 of 2 October 12, 2009, Rāga Dhanāshri