Bhajans

નાદબ્રહ્મ પદ - ૮૬૩, પૃષ્ઠ - ૫૭૨
(શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય ૨, શ્લોક ૫૪ થી ૭૨)
Nādbrahma pada 863, page 572
(Shrimad Bhagvad Gitā, Chapter 2, Verses 54 -72)

Aarti

Neelamben Yagnik

    વંદના
    જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યાં, સૂર્યાગ્નિ વા વાદળાં,
    જેના મંત્ર, પુરાણ, શાસ્ત્ર, ભજનો, ગાયે ઋષિ વ્યાકુળા;
    યોગી ધ્યાન ધરી જ, સંયમ કરી, જેની કરે ઝંખના,
    જેનો પાર ન કોઈએ લઇ શક્યા, તે દેવને વંદના.
    vandanā
    jene divya stavo vade stavi rahyā, suryāgni vā vādalā
    jenā mantra purāna shāstra bhajano, gāye rushi vyā-kulā
    yogi dhyāna dhari ja. saňyama kari, jeni kare jhankhanā
    jeno pāra na ko-ii e la-ii shakyā, te deva-ne vandanā

શ્રી અર્જુન બોલ્યા:
    સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ?
    બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો?   ૫૪
shri arjun bolyā:
    samādhi-māň sthita-pragna, jānavo kem keshava ?
    bole, rahe, fare kema, muni je sthira bud-dhino ?   54

શ્રી ભગવાન બોલ્યા:
    મનની કામના સર્વે, છોડીને આત્મમાં જ જે,
    રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો   ૫૫
shri bhagvān bolyā:
    mana-ni kāmanā sarve, chhodi-ne ātmā-māň ja je
    rahe saňtushta ātmā-thi, te sthita-pragna jānavo   55

    દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ,
    ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો   ૫૬
    dukhe udhvega nā chit-te sukho-ni jhaňkhanā ga-ii
    gayā rāga, bhaya, krodha, muni te sthira-bud-dhino   56

    આસક્ત નહિ જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ,
    ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર   ૫૭
    ā-sakta nahi je kyāňya, malye kāň-ii shubhā-shubha
    na kare harsha ke dvesha, teni pragnā tha-ii sthira   57

    કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી,
    સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર   ૫૮
    kāchabo jema aňgo-ne, tema je vishayo thaki
    saňkele indriyo purna, teni pragnā tha-ii sthira   58

    નિરાહારી શરીરીના, ટળે છે વિષયો છતાં,
    રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં   ૫૯
    nirā-hāri shariri-nā, tale chhe vishayo chhatā
    rasa rahi jato temāň, te tale pekhatā param   59

    પ્રયત્નમાં રહે તોયે, શાણાં એ નરનાં હરે,
    મનને ઇન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી   ૬૦
    praytna-māň rahe toye, shānā e nara-nā hare
    mana-ne indriyo masta, vega-thi vishayo bhani   60

    યોગથી તે વશે રાખી, રહેવું મત્પરાયણ,
    ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર   ૬૧
    yogathi te vashe rākhi, rahevu mat-parāyana
    indriyo saňyame jeni, teni pragnā tha-ii sthira   61

    વિષયોનું રહ્યે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે,
    જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે   ૬૨
    vishayo-nu rahe dhyāna, temāň ā-sakti upaje
    janme ā-sakti-thi kāma, kāma-thi krodha nipaje   62

    ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,
    સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે   ૬૩
    krodha-thi mudhatā āve, mudhatā smruti-ne hare
    smruti-lope bud-dhi-nāsha, bud-dhi-nāshe vināsha chhe   63

    રાગ ને દ્વેષ છૂટેલી, ઇન્દ્રિયે વિષયો ગ્રહે,
    વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા   ૬૪
    rāga ne dvesha chhuteli, indriye vishayo grahe
    vashendriya sthirātmā je, te pāme chhe prashan-natā   64

    પામ્યે પ્રસન્નતા તેનાં, દુઃખો સૌ નાશ પામતાં,
    પામ્યો પ્રસન્નતા તેની, બુદ્ધિ શીઘ્ર બને સ્થિર   ૬૫
    pāmye prashan-natā tenā, dukho sa-u nāsha pāmatā
    pāmyo prashan-natā teni, bud-dhi shighra bane sthira   65

    અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના,
    ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને?   ૬૬
    ayogi-ne nathi bud-dhi, ayogi-ne na bhāvanā
    na bhāvahina-ne shānti, sukha kyāň-thi ashānta-ne ?   66

    ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન,
    દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે   ૬૭
    indriyo vishaye dode, te puňthe je vahe mana
    dehini te hare bud-dhi, jema vā nāvane jale   67

    તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી,
    ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર   ૬૮
    tethi jene badhi rite, raksheli vishayo thaki
    indriyo nigrahe rākhi, teni pragnā tha-ii sthira   68

    નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,
    જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞા‍ની મુનિની નિશા   ૬૯
    nishā je sarva bhuto-ni, temāň jāgrata saňyami
    jemāň jāge badhā bhuto, te gnāni muni-ni nishā   69

          સદા ભરાતા અચલપ્રતિષ્‍ઠ,
          સમુદ્રમાં નીર બધાં પ્રવેશે,
          જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
          તે શાંતિ પામે નહિ કામકામી   ૭૦
          sadā bharātā achala-pratishtha,
          samudra-māň nira badhā praveshe
          jemā praveshe sahu kāma tema,
          te shānti pāme nahi kāma-kāmi   70

    છોડીને કામના સર્વે, ફરે જે નર નિઃસ્પૃહ,
    અહંતા મમતા મૂકી, તે પામે શાંતિ ભારત   ૭૧
    chhodi-ne kāmanā sarve, fare je nara nih-spruha
    ahamtā mamatā muki, te pāme shānti bhārata   71

    આ છે બ્રહ્મદશા એને, પામ્યે ના મોહમાં પડે,
    અંતકાળેય તે રાખી, બ્રહ્મનિર્વાણ મેળવે   ૭૨
    ā chhe brahma-dashā ene, pāmye nā moha-māň pade
    anta-kāleya te rākhi, brahma-nirvāna melave   72

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,484
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,714
pdf-2અનંત સૂર | Anant Soor 9,471
pdf-3Amar Varso | અમર વારસો 7,574
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,372