Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૭૯૬, પૃષ્ઠ-૫૧૦, રાગ-મંગલ

ચલ સદ્‌ગુરૂકી હાટ જ્ઞાન બુધ લાઈએ
કર સાહબસોં હેત પરમ પદ પાઈએ  - ૧

સતગુરૂ સબ કછુ દીન્હ દેન કછુ નહિ રહ્યો
હમહિ અભાગિન નાહિ છોરિ સુખ દુઃખ લહ્યો  - ૨

ગઈ પિયા કે મહલ હિયા અંગ ના રચિ
રહ્યો કપટ હિય છાય માન લજ્જા ભરી  - ૩

જહાં ગેલ સિલહિલી ચઢૌં ગિરિ ગિરિ પરૌં
ઉઠૌં સમ્હારિ સમ્હારિ ચરણ આગે ધરૌં  - ૪

પિયા મિલનકી ચાહ કૌન તેરે લાજ હૈ
અરધ મિલો કિન જાય ભલા દિન આજ હૈ  - ૫

ભલા બના સંજોગ પ્રેમકા ચોલના
તન મન અરપૌં સીસ સાહબ હંસ બોલના  - ૬

જો ગુરૂ રૂઠે હોય તો તુરત મનાઈએ
હુઈયે દીન અધીન ચૂકિ બકસાઈએ  - ૭

જો ગુરૂ હોય દયાલ દયા દિલ હેરિ હૈ
કોટિ કરમ કટિ જાય પલક છિન ફેરિ હૈ  - ૮

કહ કબીર સમુઝાય સમુઝ હિરદૈ ધરો
જુગન જુગન કર રાજ કુમતિ અસ પરિહરો  - ૯

સમજૂતી
હે સખી ચાલ સદ્‌ગુરૂના શરણમાં જઈએ ને જ્ઞાનનો બોધ પામીએ !  પરમાત્માની સાથે પ્રેમ કરીને પરમ પદની પ્રાપ્તિ કરીએ.  – ૧

જો કે સદ્‌ગુરૂએ તો આપવાનું બધું જ આપી દીધેલું, હવે બાકી તો કાંઈ રહ્યું જ નથી !  આપણે દુર્ભાગી નારી કહેવાઈએ કારણ કે આપણે સુખ છોડીને દુઃખને જ ગ્રહણ કર્યું છે.  – ૨

આપણે પ્રિયતમના મહેલમાં તો ગયા પણ અંગો તો શણગાર્યા જ નહોતાં !  હૈયામાં તો કપટ ને અભિમાન જ છવાયેલાંહતાં !  સાચે જ એ તો શરમજનક કહેવાય !  - ૩

ત્યાં જવાનો રસ્તો પણ કેવો ભીનો ભીનો ને ચીકણો ! જેમ તેમ ચાલીએ ને પડી જ જવાય !  હવે તો ખૂબ કાળજીપૂર્વક પગલાં ભરવાં પડશે ને આગળ ચાલવું પડશે !  - ૪

પ્રિયતમને મળવાની જ ઈચ્છા હોય તો પછી તને લાજ શરમ શેની ?  આમ અરધે રસ્તે મળવાનું મૂકીને કોણ જાય ?  આજનો દિવસ તો ખરેખર મંગલ ગણાય !  - ૫

પ્રેમપૂર્વક ભક્તિ કરવા માટે સંજોગ પણ ઘણો સારો મળેલો ગણાય. સાહેબને ખુશ કરવા માટે હું તો તન, મન ને શીશ પણ આપી દઉં !  - ૬

જો ગુરૂ રૂઠેલા હોય તો તેમને તરત મનાવી લેવા જોઈએ અને તે માટે ભૂલચૂકની ક્ષમા માંગી નમ્રતાપૂર્વક તેમના શરણમાં જ રહેવું જોઈએ.  – ૭

દયાળુ ગુરૂ જો દિલથી આપણી તરફ નજર કરશે તો ક્ષણમાત્રમાં કરોડો કર્મ બંધનો તૂટી જશે અને આપણામાં પરિવર્તન પણ સત્વરે આવી જશે.  – ૮

તેથી કબીર સમજાવીને કહે તે બધું સમાજપૂર્વક હૃદયમાં ધારણ કરો અને કુબુદ્ધિને એવી રીતે છોડી દો કે જુગ જુગ સુધીનું પરમ સુખનું રાજ્ય પ્રાપ્ત કરી શકાય.  – ૯

----------

સ્વામી શ્રી હનુમાનદાસ કૃત ‘શબ્દામૃત સિંધુ’ ના પૃષ્ઠ-૩૧૯ પર આ કડીને બદલે બીજી કડી આ પ્રમાણે છે :

ચલોરિ સુહાગિન નારિ મહલકી ગમ કરો
ખોલો કપટ કિંવાર, પિયા સો મિલ રહો.

અર્થાત્ હૈ સૌભાગ્યતી સ્ત્રી, ચાલ !  પ્રિયતમના મહેલ તરફ ગતિ કર !  કપટના દરવાજા ખોલી દે અને પ્રિતમની સાથે મળી લે !

‘શબ્દામૃત સિંધુ’ માં આ કડી જ નથી.

આવા જ પ્રકારનો ભાવ ગુરૂગીતામાં પણ વ્યક્ત થયો છે. તે ભાવનું અનુકરણ કરતી સાહેબની સાખી આ પ્રમાણે છે :

કબીરા હરિ કે રૂઠતે ગુરૂકે સરના જાય
ગુરૂકે રૂઠતે મિલતી હરિકી નહીં સહાય

અહીં પણ ગુરૂગીતાનો શ્લોક યાદ આવશે :

અનેક જન્મ સંપ્રાપ્ત સર્વ કર્મ વિદાહિને  |
સ્વાત્મ જ્ઞાન પ્રભાવેણ તસ્મૈ શ્રી ગુરવે મન:  ||

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,421
pdf-1અનંત સૂર | Anant Soor 10,147
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,141
pdf-3Amar Varso | અમર વારસો 7,840
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,863