Welcome to RamkabirBhajans.org
રામકબીર
======
રામકબીર ભજન ની વેબસાઈટ પર આપનું હાર્દિક સ્વાગત છે. ભજન એ રામકબીર ભક્ત સમાજની આગવી પહેચાન છે. જન્મ હોય, મૃત્યુ હોય, વિવાહ હોય કે અન્ય સામાજિક પ્રસંગ હોય, આપણા વડીલો ભેગા મળી ભજનો ગાતા હતા. પાછલા થોડાક વરસોમાં દેશદુનિયામાં થયેલ ફેરફારો સાથે ભક્ત સમાજના સભ્યોની જીવનશૈલીમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. આપણા સમાજના મોટા ભાગના સભ્યો ભારતની સીમાઓ ઓળંગીને અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, પનામા જેવા દેશોમાં સ્થાયી થવા લાગ્યા છે. બીજું, સ્પર્ધાત્મક વાતાવરણમાં ઉછરતી નવી પેઢીને માટે ભેગા મળી ભજન કરવાનું વધુને વધુ મુશ્કેલ થવા લાગ્યું છે. એવે વખતે નવી પેઢીને આપણી બહુમૂલ્ય ભજનપરંપરાની જાણકારી મળે અને એમને ભજનમાં રસ જાગે એ હેતુથી ભજનના ગ્રંથો ઉપરાંત એના ઓડિયો, વિડીયો રેકોર્ડ કરી સૌને માટે અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
અહીં આપ રામકબીર ભક્તસમાજના પારંપરિક ભજનોનાં લગભગ ત્રણસો જેટલા ઓડિયો અને એક હજારથી વધુ વિડીયો માણી શકશો. કબીર સાહેબના સાહિત્ય પર જાણીતા તજજ્ઞ શ્રી ઈશ્વરભાઈ પરમાર્થી (કપુરા) લિખિત કબીર ભજન સુધા, કબીર પદ સુધા, કબીર રમૈની સુધા, કબીર સાખી સુધા, કબીર શબ્દ સુધા જેવા ઉપયોગી ગ્રંથો ઉપરાંત નાદબ્રહ્મ, અમર વારસો, અનંત સૂર વિગેરે ભજનના ગ્રંથો PDF ફોરમેટમાં વાંચન તથા ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આશા છે કે આ વેબસાઈટ દેશ અને સ્થળકાળના ભેદ મિટાવી આપણા સમાજના સભ્યોને ભજનના માધ્યમથી જોડે. આ વેબસાઈટનો વધુ ને વધુ સભ્યો લાભ લે અને એના વિશે અન્યને માહિતી પહોંચતી કરે તો એની પાછળ કરેલો પરિશ્રમ સાર્થક થશે. આ વેબસાઈટ આપને કેવી લાગી અને એને બહેતર બનાવવા આપના સૂચનોનો અમને ઇંતજાર રહેશે. સૌને રામકબીર. 🙏🙏🙏
*
Welcome to Ramkabir Bhajans website. Bhajan is Bhakta Samaj’s leading identity. Whether there is an occasion such as birth, death, marriage or even a higher degree achievement, our ancestors gathered and sang bhajans. In the last few decades in this everchanging world, Bhaktas have migrated abroad to countries such as USA, Canada, England, and Panama. Also, getting together in modern times has become increasingly difficult for our new generation especially in this fast-paced environment. In such a challenging environment, there came a need for a tool aiding the new generation in developing interest in our invaluable tradition of singing bhajans. Hence, an idea arose to create a website dedicated to our traditional bhajans.
Here you will find nearly three hundred audios and more than a thousand videos of our traditional bhajans along with bhajan books such as Nadbrahma, Amar Varso and Anant Soor for reading and download. Those interested in Kabir Bijak will appreciate Shri Ishvarbhai Parmarthi's works on Kabirvani (Kabir Bhajan Sudha, Kabir Pada Sudha, Kabir Ramaini Sudha, Kabir Sakhi Sudha and Kabir Shabda Sudha). This website aims to provide a platform for linking all the Bhaktas through the medium of bhajans. We hope that more and more Bhaktas take advantage of this website and let everyone know about it. Your feedback (see bottom of this page) is most welcome. Ramkabir. 🙏🙏🙏