Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પંડિત સોધિ કહો સમજાઈ, જાતે આવાગમન નસાઈ !
અરથ ધરમ અરુ કામ મોક્ષ ફલ, કવન દિસા બસે ભાઈ ?  - ૧

ઉતર કિ દચ્છિન પુરબ કિ પચ્છિમ, સરગ પતાલ કિ માંહી
બિનુ ગોપાલ થવર નહિ કતહૂં, નરક જાત ધૌં કાહી  - ૨

અનજાને કા સરગ નરક હૈ, હરિ જાને કો નાહીં
જેહિ ડરતે ભવલોગ ડરતુ હૈ, સો ડર હમરે નાહીં  - ૩

પાપ પુન્નકી સંકા નાહીં, સરગ નરક નહિ જાહીં
કહંહિ કબીર સુનહુ હો સંતો, જહં પદ તહાં સમાહીં  - ૪

સમજૂતી

હે પંડિત !  શોચ વિચારી મને સમજાવો કે આવાગમન કેવી રીતે નષ્ટ થઈ શકે ?  ધર્મ, કામ, મોક્ષનાં ફળ કઈ દિશામાં રહેલાં છે ?  - ૧

તે ઉત્તરમાં છે કે દક્ષિણમાં છે ?  પૂર્વમાં છે કે પશ્ચિમમાં છે ?  સ્વર્ગમાં છે કે પાતાળમાં છે ?  ખરેખર તો ગોપાળ વિના તેનું ક્યાંય સ્થાન નથી !  તો પછી નરકમાં શા માટે જાવ છો ?  - ૨

જે હરિતત્વને જાણતા નથી એવા અજ્ઞાની માણસો માટે સ્વર્ગ ને નરકની કલ્પના છે. જ્ઞાનીઓ માટે નહિ. સંસારી લોકો જેના ડરથી કરે છે તે ડર અમને તો નથી.  - ૩

તેથી કબીર કહે છે કે હે સંતજનો સહુ સાંભળો ને વિચારો કે જ્ઞાની હોય તેને પાપ કે પુણ્યની શંકા હોતી નથી તેમજ તે સ્વર્ગ કે નરકમાં પણ જાય નહિ !  તે તો જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં જઈ તેમાં સમય જાય છે !  - ૪

ટિપ્પણી

“બિનુ ગોપાલ ઠહર કતહૂં” - ગોપાલ એટલે આત્મતત્વ. સ્વરૂપની પ્રાપ્તિમાં જ મુક્તિ છે એ કબીર સાહેબનો સંદેશ અહીં ધ્વનિત થયો છે.

“જહં પદ તહાં સમાહી” - પોતાના સ્વરૂપનો પરિચય કરી જ્ઞાની પુરુષ તેમાં પ્રીતિ કરે છે ને પછી સ્થિતિ કરે છે. કબીર સાહેબ એને જ પરમ સિદ્ધિ કહે છે.