Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબીરા મન પરબત હતા, અબ મૈં પાયા કાનિ
ટાંકી લાગી સબ્દકી, નિકસી કંચન ખાનિ !

કબીર સાહેબ કહે છે કે મન તો પહાડ જેવું અજેય હતું, પરંતુ હવે તો મને એને જીતવાની સમજણ પડી ગઈ છે. શબ્દ રૂપી ટાંકણું માર્યા કરવાથી મને તો શુદ્ધ સુવર્ણની ખાણ એમાં મળી ગઈ છે.

નોંધ :  શબ્દરૂપી ટાંકણા દ્વારા કબીર સાહેબ મનની કેળવણી વિષે સમજાવી રહ્યા છે. સંતોની વાણી પણ ટાંકણાની ગરજ સારે છે. પહાડની જડતા જેમ જેમ દૂર થાય તેમ તેમ તેની અંદર રહેલી સોનાની ખાણનાં દર્શન થાય છે. મતલબ કે સાધના કે તપશ્ચર્યા દ્વારા મનને કેળવી શકાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,618
pdf-1અનંત સૂર | Anant Soor 10,256
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,235
pdf-3Amar Varso | અમર વારસો 7,912
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,954