કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કુંભે બાંધા જલ રહે, જલ બિનુ કુંભ ન હોય
જ્ઞાને બાંધા મન રહે, મન બિનુ જ્ઞાન ન હોય !
પાણી ઘડામાં પુરાયલું રહે છે એ વાત ખરી. પરંતુ પાણી વિના ઘડાનું શું મહત્વ ? તેવી જ રીતે મન જ્ઞાનથી નિયંત્રિત રહે છે પણ મન વિના જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી.
નોંધ : આ જગતનો ઉપભોગ મન દ્વારા જ થઈ શકે. મન ન હોય તો આ જગત પણ નથી. તેથી મન ખરેખરું ઉપયોગી સાધન છે. માટે તેની અવગણના થઈ શકે નહીં. તેને કેળવવાની જરૂર છે.
 
																										
				
Add comment