કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હરિ મોરા પિયુ, મૈં રામકી બહુરિયા, રામ બડો મૈં તનકિ લહુરિયા - ૧
હરિ મોરા રહંટા મૈં રતન પિઉરિયા, હરિકે લૈ કતતિ બહુરિયા - ૨
છવ માસ તાગ બરિસ દિન કુકુરી, લોગ બોલૈં ભલ કાતલ બપુરી - ૩
કહંહિ કબીર સૂત ભલ કાતા, ચરખા ન હોય મુકુતિ કે દાતા - ૪
સમજૂતી
હરિ મારો પતિ ને હું તેની પત્ની છું. રામ તો મહાન છે પણ હું તો સાવ સામાન્ય તેની લાડકી પત્ની છું. - ૧
હરિ મારો રેંટિયો છે હું તેની રતન સામી મોંઘી પુની છું. હું હરિનું નામ લેતી લેતી કાંત્યા કરું છું. - ૨
છ મહિના સુધી નિરંતર કાંત્યા પછી વર્ષ દિવસ સુધી અભ્યાસ કરવાથી ભક્તિરૂપી આંટી તૈયાર થાય છે ત્યારે લોકો કહેવા લાગે છે કે બિચારીએ ઘણું કાંત્યું ! - ૩
કબીર કહે છે કે હે નામના ઉપાસકો ! તમે નામ જપ રૂપી સૂતર તો સારું કાંત્યું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આ ચરખો મુક્તિ અપાવી શકશે નહિ ! - ૪
Add comment