કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હરિ-ઠગ ઠગત ઠગૌરી લાઈ, હરિ વિયોગ કસ જિયહુ રે ભાઈ - ૧
કો કાકો પુરુષ કવન કાકિનારી, અકથ કથા જમ દિસ્ટિ પસારી - ૨
કો કાકો પુત્ર કવન કાકો બાપા, કો રે મરૈ કો સહૈ સંતાપા - ૩
ઠગિ ઠગિ મૂલ સભન કો લીન્હા, રામ ઠગૌરી કાહું ન ચીન્હા - ૪
કહંહિ કબીર ઠગ સોં મન માના, ગઈ ઠગૌરી જબ ઠગ પહિચાના - ૫
સમજૂતી
હરિ રૂપી ધન ચોરી જનાર મન રૂપી ચોરે સમગ્ર સંસારને ઠગ્યો છે ! હે ભાઈઓ, હરિના વિયોગથી તમે કેવી રીતે જીવિત રહી શકશો. - ૧
કોણ કોનો પુરુષ અને કોણ કોની સ્ત્રી છે ? આ તો યમરાજે ન કહેવા જેવી કથાને ક્રૂર દ્રષ્ટિથી વિસ્તારી છે ! - ૨
કોણ કોનો પુત્ર અને કોણ કોનો બાપ ? કોણ મરી જાય ને કોણ સંતાપ સહન કરે ? - ૩
મન રૂપી ચોરે છેતરી છેતરીને સર્વની મૂળ પૂંજી લીધી છે છતાં પણ કોઈએ તે રામ રૂપ ધનની ચોરીને પહેચાની નથી. - ૪
કબીર કહે છે કે જીવાત્માને મન રૂપી ચોર સાથે પ્રેમ થઈ ગયો બાકી ચોર ઓળખાય જાય તો ચોરી થતી અટકી જાય છે ! - ૫
Add comment