કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હરિ-ઠગ ઠગત સકલ જગ ડોલૈ, ગવન કરતા મોસે મુખહું ન બોલૈ - ૧
બાલાપન કે મીત હમારે, તજિ કહં ચલેઉ સકારે - ૨
તુમહિ પુરુષ મૈં નારિ તુમ્હારિ, તુમ્હારિ ચાલ પાહનહું તે ભારી - ૩
માટિક દેહ પવન કે સરીરા, હરિઠગ ઠગસે ડરહિં કબીરા - ૪
સમજૂતી
આત્મા રૂપી ધન ચોરનાર ચોરથી આખું જગત ભટકે છે. (શરીર કહે છે કે) જીવ જતી વખતે મારી સાથે મોઢેથી તો કંઈ બોલતો નથી ! - ૧
હે જીવ, તું તો મારો બચપણનો દોસ્ત છે ! મને છોડીને તું જલદીથી ક્યાં જઈ રહ્યો છે ? - ૨
હે જીવ, તું મારો પુરુષ ને હું તારી સ્ત્રી છું. પરંતુ તારું હૃદય પથ્થરથી પણ વધુ કઠણ છે. - ૩
માટીમાં સ્થૂળ શરીર અને પવનનાં સૂક્ષ્મ શરીરમાં મન રૂપ ચોર રહે છે અને કબીરના ભક્તો તેનાથી ડરે છે. - ૪
Add comment