કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હરિજન હંસ દશા લિયૈ ડોલૈં, નિરમલ નામ ચુનિ ચુનિ બોલૈં - ૧
મુક્તાહલ લિયે ચોંચ લોભાવૈં, મૌન રહૈ કી હરિ જસ ગાવૈ - ૨
માન સરોવર તટકે બાસી, રામ ચરન ચિત્ત અન્ત ઉદાસી - ૩
કાગા કુબુધિ નિકટ નહિ આવૈ, પ્રતિદિન હંસા દરસન પાવૈ - ૪
નીર ધીર કા કરૈ નિબેરા, કહંહિ કબીર સોઈ જન મેરા - ૫
સમજૂતી
હરિનો ભક્ત જીવનમુક્ત દશા પ્રાપ્ત કરી હરિના નિર્મળ નામો પસંદ કરી બોલતો રહે છે. - ૧
ક્યારેક તે મોતી રૂપી પોતાનો ખોરાક મેળવવા પોતાની ચિત્તરૂપી ચાંચ મોટી કરે છે તો ક્યારેક તે મૌન રહી મનોમન હરિના ગુણગાન ગાતો રહે છે. - ૨
તે તો માનસરોવરનો વાસી હોય છે અને તેનું ચિત્ત રામના ચરણમાં લીન રહેવાથી અન્ય પદાર્થો માટે ઉદાસીન રહેતું હોય છે. - ૩
દરરોજ જીવન મુક્ત મહાપુરુષોના દર્શન થતાં હોવા છતાં કાગ બુદ્ધિવાળો જીવ તેની પાસે આવતો નથી. - ૪
તેથી કબીર કહે છે કે જે પાણીને દૂધ છૂટું પાડી સત્ય ને અસત્યનો નિર્ણય કરી શકે છે તે જ ભક્ત મને તો પ્રિય છે. - ૫
Add comment