Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

હંસા પ્યારે સરવર તજિ કહાં જાય ?
જેહિ સરવર મોતિયા ચુગતે, બહુ વિધિ કેલિ કરાય - ૧

સુખે તાલ પુરઈન જલ છાંડે, કમલ ગયે દુમ્હિલાય
કહંહિ કબીર અબહી કે બિછુરે, બહુરિ મિલહુ કબ આય - ૨

સમજૂતી

હે વિવેકી જીવ, તું (શરીર રૂપી) સરોવર છોડી ક્યાં જઈ રહ્યો છે ? જેમાં તે (વિષયો રૂપી) મોતીઓ ચૂગ્યા અને ઘણા સમય સુધી આનંદ પ્રમોદ કર્યો તેને છોડી તું ક્યાં જશે ? - ૧

(શરીર રૂપી) તળાવ તો સુકાઈ ગયું છે અને નયન રૂપી કમળ આંસુ રૂપી જલ વહાવી રહ્યું છે. હૃદય રૂપી કમળ તો કરમાઈ ગયું છે તેથી કબીર કહે છે કે આ વખતે છોડીને તું જઈ રહ્યો છે પણ ફરીવાર આ માનવ શરીર ક્યારે મળશે ? (જરા વિચારી તો જો ! ) - ૨

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717