કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હંસા હો ચેંતુ સકેરા, ઈન્હિ પરપંચ કૈલ બહુ તેરા - ૧
પાખંડ રૂપ રસોઈન તિરગુણ, તેહિ પાખંડ ભૂલલ સંસારા
ઘરકે ખસમ બધિક વૈ રાજા, પરજા કા ધૌં કરે બિચારા  - ૨
ભાગતિ ન જાનૈ ભગત કહાવૈ, તજિ અમૃત વિષ કૈલિન સારા
આગે બડે ઐસહિ ભૂલે, તિનહું ન માનલ કહા હમારા  - ૩
કહલિ હમારી ગાંઠી બાંધહુ, નિસુવાસર રહિયો હુસિયારા
યે કાલિગુરુ બડે પરપંચી, ડારી ઠગૌરી સભ જગ મારા  - ૪
વેદ કિતેબ દુઈ ફંદ પસારા, તેહિ ફંદે પરુ આપુ બિચારા
કહંહિ કબીર તે હંસ ન બિસરે, જેહિમા મિલૈં છુડાવનિહારા  -  ૫
સમજૂતી
હે વિવેકી જીવ, તું સત્વરે મનથી ચેતી જા. આ (ઢોંગી ગુરુઓએ) તો ઘણો બધો પ્રપંચ કરી રાખ્યો છે ! - ૧
તેઓએ ત્રણ ગુણવાળી પાખંડી રચના એવી કરી છે કે તમા સઘળો સંસાર ભૂલો પડ્યો ચછે. નગરનો સ્વામી રાજા જો હિંસક બની જાય તો પ્રજા કેવો વિચાર કરી શકે ? - ૨
ભક્તિ તો જાણે નહીં ને ભક્ત કહેવરાવે છે. તેઓ અમૃત છોડીને ઝેર સારું છે એમ માની લે છે. પહેલાના લોકો પણ એ જ રીતે ભૂલા પડેલા. તેઓએ પણ અમારું કહ્યું માન્યું ન હતું. - ૩
અમારું કહેલું ગાંઠે બાંધી લો અને રાતદિવસ હોંશિયાર રહો ! આ કળીયુગના ગુરુઓ તો ખૂબ પ્રપંચી છે. તેઓએ તો સમગ્ર જગતને વિનાશને માર્ગે દોરી છે. - ૪
(તે પ્રપંચી ગુરુઓએ) વેદ અને કુરાનના ભેદોવાળી બે જાળ પાથરી દીધી છે અને તેમાં તમે પણ ફસાયા છો ! તેથી કબીર કહે છે કે જેને છોડાવવાવાળા મળી ગયા છે તે વિવેકી જીવ હવે ભૂલમાં પડી શકશે નહીં ! - ૫
 
																										
				
Add comment