Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આવ બે આવ મુજે હરિકા નામ, અવર તબ સકલ તજુ કવને કામ  - ૧

કહાં તબ આદમ કહાં  તબ હવ્વા, કહાં  તબ પીર પેગંબર હુઆ ?
કહાં તબ જિમિ કહાં અસમાન, કાં તબ બેદ કિતેબ કુરાન ?  - ૨

જિન દુનિયામેં રચી મસીદ, જૂઠા રોજા જૂઠી ઈદ !
સાચા એક અલ્લાહકા નામ, જાકો નઈનઈ કરો સલામ !  - ૩

કહુંધૌં બિહિસ્ત કહાં તે આઈ, કિસકે કહે તુમ છૂરી ચલાઈ ?
કરતા કિરતમ બાજી લાઈ, હિન્દુ તુરુકકી રાહ ચલાઈ !  - ૪

કહાં  તબ દિવસ કહાં તબ રાતી, કહાં તબ કિરતમ કિન ઉતપાતી
નહિ વાકે જાતિ નહિવાકે પાંતી, કહંહિ કબીર વાકે દિવસ ન  રાતી  - ૫

સમજૂતી

પ્રભુનું પ્યારું નામ મારા સ્મરણ પટ પર વારંવાર આવો !  બીજું બધું છોડી દઉં, તે શું ઉપયોગી છે ?  - ૧

(સૃષ્ટિ ઉત્પન્ન ન થઈ હતી) ત્યારે આદમ ક્યાં હતો ને તેની સ્ત્રી હવ્વા પણ ક્યાં હતી ?  પીર-પેગંબર પણ ક્યાં હતા ?  પૃથ્વી ને આકાશ પણ ક્યાં હતા ?  ત્યારે વેદ ને કુરાનના પવિત્ર ગ્રંથો પણ ક્યાં હતા ?  - ૨

જેણે દુનિયામાં મસ્જિદની રચના કરી તે પણ ત્યારે ક્યાં હતી ?  તેથી રોજને ઈદનો કાંઈ જ અર્થ નથી.  (નકામા છે.)  એક માત્ર સત્ય તો અલ્લાહનું નામ છે તેથી તેને તું નમી નમીને સલામ કરે છે !  - ૩

તમે એ તો કહો કે સ્વર્ગ ક્યાંથી આવ્યું ?  ને (સ્વર્ગમાં જવાને બહાને) તમે કોની આજ્ઞાથી (નિર્દોષ પાણીઓ પર) છરી ચલાવી રહ્યા છો ?  તમે તો કૃત્રિમ કર્તાને નામે ધોખાબાજીનો ખેલ ઉભો કર્યો અને હિન્દુ તથા મુસલમાનોને જુદા જુદા માર્ગો બતલાવ્યા !  - ૪

ખરેખર તો ત્યારે દિવસ પણ ક્યાં હતો ને રાત પણ ક્યાં હતી ?  ત્યારે કૃત્રિમ વસ્તુઓ પણ કાયા હતી ?  તેને કોણે ઉત્પન્ન કરી ?  કબીર કહે છે કે ત્યારે જે માત્ર આત્મ તત્વ હતું તેને ન તો જાતિ ન હતી તો પાંતિ હતી, ન તો દિવસ હતો ન તો રાત હતી !  - ૫