Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ભંવર ઉડે બગ બૈઠે આય, રૈન ગઈ દિવસો ચલિ જાઈ - ૧
હલ હલ કાંપે બાલા જીવ, ના જાનૌ કા કરિ પીવ - ૨
કાચે બાસન ટિકૈ ન પાની, ઉડિ ગૌ હંસ કાયા કુમ્હિલાની - ૩
કાગ ઉડાવત ભુજા પિરાની, કહંહિ કબીર યહ કથા સિરાની - ૪

સમજૂતી

કાળા ભમરા ઉડી ગયા અને તેની જગ્યાએ ધોળા બગલા આવીને બેઠા !  રાત વીતી ગાય ને દિવસ પણ પૂરો થઈ રહ્યો છે !  (અર્થાત્ કાળા વાળ ધોળા થયા ને યુવાની વીતી ગઈ હવે આ વૃદ્ધાવસ્થા પણ પૂરી થઈ રહી છે !)  - ૧

બાળકની માફક અજ્ઞાની જીવ દૈવનો વિચાર કરી કરી ડરથી ધ્રુજી રહ્યો છે !  - ૨

કાચા ઘડામાં પાણી  ટકતું નથી. જીવ શરીર છોડીને ચાલ્યો જાય એટલે શરીર તો તરત જ કરમાય જાય !  - ૩

કબીર કહે છે કાગડા ઉડાવ્યા કરવાની વ્યર્થ પ્રવૃત્તિઓ કરતા કરતા હાથો પણ વૃદ્ધાવસ્થા આવવાથી થકી જાય છે અને એ જ રીતે મોંઘા જીવનની કથા સમાપ્ત થઈ જાય છે. -  ૪