Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આગે આગે દૌં જરે, પાછે હરિયર હોય
બલિહારી તેહિ બ્રિચ્છકી, જર કાટે ફળ હોય !

શરૂઆતમાં તો સાધકના શરીરમાં લાય બળતી હોય તેવો અનુભવ થાય છે. પરંતુ જેમ જેમ સાધના આગળ વધતી જાય તેમ તેમ બળતરા દૂર થઇ જાય છે ને શીતળતા વ્યાપી જાય છે. ખરેખર તેવા શરીર રૂપી ઝાડને ધન્યવાદ છે કે જેના મૂળ કપાતાં જાય તેમ તેનાં ફળ પણ આવતા જાય છે.

નોંધ : ભક્તિ કરવી હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, મહેનત કર્યા વિના કશું જ પ્રાપ્ત થતું નથી. આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે કરવામાં આવતા પુરુષાર્થને સાધના કહેવામાં આવે છે. આવતી કાલથી જ ભક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવે તો શરૂઆતની સાધનામાં વિઘ્નો ખૂબ આવે છે. શરીર થકી જાય છે ને મન કંટાળી જાય છે. જાણે કે અગન બળતી હોય તેવો વિચિત્ર અનુભવ થતો રહે છે. પણ દૃઢતાપૂર્વક નિર્ણયને વળગી રહેવામાં આવે ને નિયમોનું પાલન કરવામાં આવે તો સમય જતાં શરીર ને મન બંને અનુકૂળ બની જાય છે. ધીમે ધીમે મનમાંથી કામનાઓ રૂપી મલિનતા દૂર થતી જાય છે. આ સંસારનું મૂળ પણ મનમાં જ રહેલું છે. સાધના દ્વારા આ મન શુદ્ધ બનતું જાય છે. મતલબ કે કામના વિનાનું બનતું જાય છે. એટલે કે મૂળ કપાતાં જાય છે છતાં શરીર રૂપી વૃક્ષ લીલુંછમ થતું જાય છે. જેમ જેમ સાધના આગળ વધતી જાય છે તેમ તેમ ડાળીઓ પર ફળ પણ આવતાં જ જાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,448
pdf-1અનંત સૂર | Anant Soor 10,162
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,145
pdf-3Amar Varso | અમર વારસો 7,845
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,867