કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જો જાગત સો સ્વપ્નમેં, જ્યોં ઘટ ભીતર સ્વાંસ
જો જન જાકો ભાવતા, સો જન તાકે પાસ
જેમ શરીરમાં શ્વાસનો સ્વાભાવિક પણે અનુભવ થયા કરે છે તેમ શરીરમાં અંદર જ જાગ્રત અવસ્થા કે સ્વપ્નાવસ્થામાં પણ પરમાત્માનો અનુભવ થઈ શકે છે. જેને જે વસ્તુ પર પ્રેમ હોય તે સદાય તેની પાસે જ હોય છે.
Add comment