Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ભલી ભઈ જુ ગુરૂ મિલા, નાતર હોતી હાન
દીપક જ્યોતિ પતંગ જ્યું, પડતા આપ નિદાન

મને ગુરૂ મળ્યા તેથી મારું ભલું જ થયું છે, નહીં તો મને મોટું નુકસાન જ થતે. દીવાની જ્યોતમાં જે રીતે પતંગિયું બળીને ભસ્મ થઈ જાય છે તે રીતે અજ્ઞાનતાથી મારો વિનાશ જ થતે.