કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પંડિત દેખહુ હૃદય બિચારી, કા પુરુષા કા નારી ! - ૧
સહજ સમાના ઘટ ઘટ બોલૈ, વાકે ચરિત અનૂપા
વાકો નામ કાહ કહિ લીજૈ, વાકે બરન ન રુપા - ૨
તૈં મૈં કાહ કરસિ નલ બૌરે, કા તેરા કા મેરા
રામ ખોદાય સકતિ સિવ એકૈ, કહુ ધૌં કાહિ નિહોરા - ૩
બેદ પુરાન કુરાન કિતેબા, નાના ભાંતિ બખાના
હિન્દુ તુરુક જઈનિ ઔ જોગી, યે કલ કાહુ ન જાના - ૪
છવ દરસનમેં જો પરવાના, તાસુ નામ મન માના
કહંહિ કબીર હમહીં પૈ બૌરે, ઈ સભ ખલક સયાના - ૫
સમજૂતી
હે પંડિતો, તમે સૌ હૃદયપૂર્વક વિચારી કરી જુઓ કે આત્મા પુરુષ કહેવાય કે સ્ત્રી ? - ૧
તે શરીરમાં સહજ રીતે સમાય ને બોલ્યા કરે છે. તેનું ચારિત્ર તો અનુપમ ગણાય. તેને કયા નામથી બોલાવવું જોઈએ ? તેનું ન તો કોઈ રૂપ કે ન તો કોઈ રંગ છે ! - ૨
હે મૂર્ખ મનુષ્યો, મારું તારું શું કર્યા કરો છો ? શું તારું ને શું મારું ? રામ, ખુદા, શક્તિ, શિવ એ એક જ તત્વ છે. ભલા કહો તો ખરા કે તમે કોની સ્તુતિ કરો છો ? - ૩
વેદ, પુરાણ, કુરાન એ સૌ પવિત્ર ગ્રંથોમાં તેનું જુદા જુદા શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે ! હિન્દુ, મુસલમાન, જૈનો, યોગીઓ - કોઈ પણ તેના રહસ્યને પામી શક્યા નથી. - ૪
છ દર્શન શાસ્ત્રોમાં જેને પ્રમાણિત કરવામાં આવ્યું હોય તે નામોમાં જ તમારું મન લાગી ગયું છે ! કબીર કહે છે કે ખરેખર અમારા જેવા જ્ઞાની પુરુષો એવી વાતો કરવાથી મૂર્ખ ગણાય છે અને આ દુનિયા ડાહી ગણાય છે ! - ૫
ટિપ્પણી
“કા તેરા કા મેરા” - ધર્મના ભેદને લક્ષમાં રાખી કબીર સાહેબ મારા તારાની ભેદમૂલક વાતોનો છેદ ઉડાડી દે છે. હિન્દુઓ મારો ભગવાન કહે ને મુસલમાનો મારો ખુદા કહે ! ખરેખર તે તો એક જ છે. તેથી મારા તારાની લાગણી નિરર્થક છે.
Add comment