Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પાંડે બૂજિ પિયહુ તુમ પાની !  - ૧

જિહિ મટિયા કે ઘરમેં બૈઠે, તામેં સિસ્ટિ સમાની
છપ્પન કોટિ જાદવ જહં ભીજે, મુનિજન સહસ અઠાસી  - ૨

પૈગ પૈગ પૈગંબર ગાડે, સો સભ સરિ ભૌ માટી
તે હિ મટિયા કે ભાંડે, બૂઝિ પિયરુ તુમ પાની  - ૩

મચ્છ કચ્છ ઘરિયાર બિયાને, રુધિર નીર જલ ભરિયા
નદિયા નીર નરક બહિ આવૈ, પસુ માનુષ સભ સરિયા  - ૪

હાડ ઝરી ઝરિ, ગૂદ ગરી ગરિ, દૂધ કહાં તે આયા ?
સો લૈપાંડે જેવન બૈઠે, મટિયહિં છૂતિ લગાયા !  - ૫

બેદ કિતેબ છાંડિ દેહુ પાંડે, ઈ સભ મન કે ભરમા
કહંહિ કબીર સુનહુ હો પાંડે, ઈ સભતુમરે કરમા  - ૬

સમજૂતી

હે પાંડેજી, તમે પાણી વિચાર કરીને પીવો !  - ૧

જે માટીના ઘરમાં તમે બેઠા છો તેમાં તો સમગ્ર સૃષ્ટિ સમય ગઈ છે. અત્યાર સુથીમાં તો છપ્પન કરોડ યાદવો જેવા ઘણા સડીને માટી થઈ ગયા છે અને અઠયાસી હજાર મુનિજનો જેવા ઉત્તમ ગણાતા સાધુઓ પણ સડીને માટી થઈ ગયા છે.  - ૨

અહીં તો ડગલે પગલે પૈગંબર થઈ ગયા ને તેઓ પણ સડીને માટી થઈ ગયા છે. તે માટીના વાસણમાં તમે પાણી પીવો છો તો જરા સમજી વિચારીને પીવો.  - ૩

નદીનું પાણી પણ કેટલું બધું અપવિત્ર ગણાય કારણ કે નદીમાં તો માછલાં, કાચબા ને પાણીમાં રહેનારા પ્રાણીઓનો પ્રસવ થાય છે તેમના મરી જવાથી લોહીવાળું પાણી થઈ જાય છે. એટલું જ નહિ પણ  નગરનું ગંદુ પાણી પણ એમાં જ વહી આવે છે, જેમાં માણસ અને પશુઓ સડીને એકરૂપ થઈ ગયા છે.  - ૪

દૂધ ક્યાંથી આવે છે તે વિચારો !  ગાયના શરીરમાં હાડકાંનો રસ તેમજ મજ્જાનો મેદ એમાં ભળેલો હોય છે !  તે દૂધ લઈને તમે જમવા બેઠાં છો અને માટીના વાસણમાં છૂતની ભાવના કરો છો ?  - ૫

હે પાંડેજી, વેદાદિ શાસ્ત્રગ્રંથો  વાંચવાનું છોડી દો કરણ કે તમે જે આ બધું કરી રહ્યા છો તે તો તમારા મનની ભ્રમણા જ છે !  તેથી કબીર કહે છે કે તમે બરાબર સાંભળો ને વિચારો કે આ છૂતાછૂતની ભાવના તમારા હીન કર્મોનું જ પરિણામ છે.  -  ૬

ટિપ્પણી

બૂઝિ પિયરુ તુમ પાની” - કબીર સાહેબ અહીં વ્યંગ્યાત્મક રીતે બ્રાહ્મણોને સમજી વિચારીને પાણી પીવાની આજ્ઞા કરે છે. કારણ કે જે માટીના વાસણોમાં રાંધવામાં આવે છે ને જે માટીના વાસણોમાં પીરસીને ભોજન કરવામાં આવે છે તે માટીના વાસણો તો અછૂત ગણાય !  મોટા મોટા પયગંબર જેવા મુનિઓની રાખ તેમાં સડીને ભળી ગઈ છે. તેવી અપવિત્ર માટીમાંથી એ બધાં વાસણો તૈયાર કરવામાં આવ્યા હોઈ તેમાં પાણી કેવી રીતે પી શકાય ?

“ઈ સમ તુમરે કરમા” - છૂતા છૂતની ભાવના બ્રાહ્મણોને પેટ ભરવાની સ્વાર્થવૃત્તિમાંથી જ પેદા થયેલી હોવાથી તે હીન કર્મોનું જ પરિણામ કહેવાય !

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,144
pdf-1અનંત સૂર | Anant Soor 10,920
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,524
pdf-3Amar Varso | અમર વારસો 8,120
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,237