Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પંડિત અચરજ એક બડ હોઈ
એક મરિ મુવલે અન નહિ ખાઈ, એક મરિ સિઝૈ રસોઈ  - ૧

કરિ સનાન દેવનકી પૂજા, નૌ ગુનિ કાન્ધ જનેઉ
હડિયા હાડ હાડ થરિયા મુખ, અબ પટ કરમ બનેઉ  - ૨

ધરમ કથૈ જહં જીવ વધૈ તહં, અકરમ કરે મોરે ભાઈ
જો તોહરા કો બ્રાહ્મન કહિયે, તો કાકો કહિયે કસાઈ ?  - ૩

કહંહિ કબીર સુનહુ હો સંતો, ભરમ ભૂલિ દુનિયાઈ
અપરમપાર પાર પરસોતમ, યા ગતિ બિરલે પાઈ  - ૪

સમજૂતી

હે પંડિતો, એક મોટું આશ્ચર્ય એ થાય છે કે મરણ પામે તે ઘરે તમે અન્ન ખાતા નથી અને જે જીવિત છે તેને મારીને તેની રસોઈ બનાવી ને ખાવો છો !  - ૧

તમે વિધિસર સ્નાન કરો છો અને પછી દેવતાની પાઠ પૂજા પણ કરો છો. વળી ભોજન કરતી વેળા શરીર પર જનોઈ પણ ધારણ કરો છો. પરંતુ થાળીમાં હાડકાં પીરસી મોઢામાં તો હાડકાં ચૂસવાનું તમારું ષટકર્મ કેવું ગણાય ?  -  ૨

હે મારા ભાઈઓ, જ્યાં ધર્મની કથા કરવામાં આવે છે ત્યાં જીવનો વધ કરવાથી તો અધર્મનું જ આચરણ થાય છે !  જીવ વધ કરનારને જો બ્રાહ્મણ કહીશું તો કોને કસાઈ કહી શકાશે ?  - ૩

તેથી કબીર કહે છે કે હે સંતજનો સાંભળો ને વિચારો, તમારાથી આખી દુનિયા ભ્રમમાં ભૂલી પડી છે. કોઈ વિરલ પુરુષે જ એમાંથી અલિપ્ત થઈ અપરમપાર ગણાતા પુરુષોત્તમની પદવી પ્રાપ્ત કરી !  - ૪

ટિપ્પણી

“હડિયા હાડ .... કરમ બનેઉ” - ભક્તિનો સ્વાંગ ધરી માંસાહાર કરનાર લોકોની રીતભાત માટે ‘ષટકર્મ’નો ઉલ્લેખ કરી કબીર સાહેબે વેધક કટાક્ષ કર્યો છે.

“તાકાકો કહિયે કસાઈ ?” - જીવવધ કરે તે કસાઈ. બ્રાહ્મણો જીવવધ કરે તેથી તેઓ પણ કસાઈ. જીવવધ કરનારને બ્રાહ્મણ કહેવામાં આવએ તો કસાઈ કોણે કહેશું તે પ્રશ્ન અનુત્તર જ રહેશે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,200
pdf-1અનંત સૂર | Anant Soor 10,973
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,542
pdf-3Amar Varso | અમર વારસો 8,139
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,262