Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કો ન મુવા કહો પંડિતજના, સમુજાય કહૌ મોહિસના  - ૧

મૂયે બ્રહ્મા બિસ્નું મહેસા, પારવતી સુત મુયે ગનેસા  - ૨

મૂયે ચંદ મૂયે રવિ સેસા, મૂયે હનુમત જિનિ બાંધલ સેતા  - ૩

મૂયે ક્રિસ્ન મૂયે કરતારા, એક ન મુવા જો સિરજનિહારા  - ૪

કહંહિ કબીર મુવા નહિ સોઈ, જાકે આવા ગમન ન હોઈ  - ૫

સમજૂતી

હે પંડિતો, આ જગતમાં કોણ નથી મર્યું તે મને સમજાવીને કહો !  - ૧

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પણ મરણને આધીન થયા ને પાર્વતીનો પુત્ર ગણેશ પણ મર્યો !  - ૨

સૂર્ય, ચંદ્ર ને શેષનાગ પણ મર્યા ને સેતુ બાંધનાર હનુમાન પણ મર્યા !  - ૩

કૃષ્ણ જેવા મહાપુરુષ પણ મર્યા ને કતૃત્વના અભિમાની જીવો પણ મર્યા. એક માત્ર ન્ મર્યા સર્જન કરનારા પરમાત્મા !  - ૪

એટલું જ નહીં પણ કબીર કહે છે કે આવાગમનથી મુક્ત થનાર પણ મરતા નથી.  - ૫