Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બૂઝહુ પંડિત કરહુ બિચારા, પુરુષ હૈ કી નારી  - ૧

બ્રાહ્મન કે ઘર બ્રાહ્મનિ હોતી, જોગી કે ઘર ચેલી
કલમા પઢિ પઢિ ભઈ તુરુકની, કલિમંહ રહેતી અકેલી  - ૨

બરના બરૈ વ્યાહ ના કરઈ, પુત જનમાવનિહારી
કારે મુડ કો એક ન છાંડૈ, અજહું આદિ કુંવારી - ૩

મૈકે રહૈ જાય નહિ સસુરે, સાંઈ સંગ ન સોવે
કહંહિ કબીર વે જુગ જુગ જીવૈ, જાતિ પાંતિ કુલ ખોવૈ  - ૪

સમજૂતી

હે પંડિતો, જરા સમજો ને વિચાર વિમર્શ કરી કહો કે (આ માયા) પુરુષ છે કે નારી ?  - ૧

બ્રાહ્મણના ઘરે તે બ્રાહ્મણી થઈને, યોગીના ઘરમાં ચેલી થઈને મુસલમાનોના ઘરમાં કલમા પઢી પઢીને બીબી થઈને રહે છે તેમજ કળીયુગમાં તો તે એકલી જ રહે છે.  - ૨

નથી તે વિવાહ કરતી કે નથી તે વરમાળા પહેરાવતી !  છતાં પણ તે કાયમ પુત્રોને જન્મ આપ્યા જ કરતી હોય છે !  તેને કાળા માથાના એક પણ માણસને છોડયો નથી તો પણ તે હજી સુધી કુંવારી જ કહેવાય છે !  - ૩

તે વિચારમાં જ રહે છે અને સાસરે તો જતી જ નથી. તે પોતાના પ્રેમી સાથે સૂતી પણ નથી. તેથી કબીર કહે છે કે તેને ઓળખનારા પુરુષ કુળ ને જાતિના અભિમાનથી મુક્ત થઈ યુગ યુગ સુધી જીવે છે.  - ૪

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,794
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,465
pdf-2અનંત સૂર | Anant Soor 9,039
pdf-3Amar Varso | અમર વારસો 7,354
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,703