Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાર શબ્દ બાંચિ, માનહુ ઈતબારા હો - ૧
આદિ પુરુષ ઈક વૃચ્છ હૈ, નિરંજન ડારા હો - ૨
તિરદેવા શાખા ભયે, પત્ર સંસારા હો  - ૩
બ્રહ્મ બેદ સહી કિયો, શિવ જોગ પસારા હો - ૪
બિરનું માયા ઉત્પતિ કીયો, ઈ ઉરલે બ્યવહારા હો - ૫
તીન લોક દસહું દિસા, જમ રોકિન દ્વારા હો - ૬
કીર ભયે સબ જિયરા, લિયે વિષકા ચારા હો - ૭
જ્યોતિ સ્વરૂપી હાકિમા, જિન અમલ પસારા હો - ૮
કરમકી બંસી લાય કે, પકરો જગ સારા હો - ૯
અમલ મિટાવો તાસુકા, પઠવો ભાવ પારા હો - ૧૦
કહંહિ કબીર નિરભય કરૌં, પરખો ટકસારા હો - ૧૧

સમજૂતી

હે મુમુક્ષુઓ, તમે એક માત્ર સાર શબ્દ (સત્યવાણી) થી જ સંસારમાં બચી શકશો !  મારી વાણી પર વિશ્વાસ રાખો !  - ૧

સત્યપુરુષ રૂપી એક ઝાડ છે, જેનું મુખ્ય થડ નિરંજન (મન) છે.  - ૨

બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ એ ત્રણે દેવો તેની ત્રણ ડાળીઓ છે ને સમસ્ત સંસારના જીવો તેના પાંદડાંઓ છે.  - ૩

બ્રહ્માએ વેદનો (કર્મકાંડનો) પ્રચાર કર્યોને શંકરે યોગની ઉપાસનાને વિસ્તારી.  - ૪

વિષ્ણુએ માયાને ઉત્પન્ન કરી માચાવી પ્રપંચનો પ્રચાર કર્યો. ગમે તે હો, પણ આ સૌ તો સૃષ્ટિનિ ઉત્પત્તિ પછીના વ્યવહારો છે !  - ૫

ત્રણેલોકમાં અને દશેદિશાઓમાં યમરાજે મોક્ષનો દરવાજો બંધ કરી દીધો.  - ૬

બધા જીવો પોપટના સ્વરૂપે વિષયોનો ચારો ચૂગી રહ્યા છે.  - ૭

જ્યોતિ સ્વરૂપી મન રૂપી નિરંજન દેવ સમસ્ત સંસારનો અમલદાર છે, જેણે પોતાનો અધિકાર સર્વ જગ્યાએ ફેલાવી દીધો છે.  - ૮

સકામ કર્મ રૂપી બંસીને વગાડી સમગ્ર જગતને પકડીને રાખ્યું છે.  - ૯

કબીર કહે છે કે મારી વાણીમાં વિશ્વાસ મૂકી તે પ્રમાણે વર્તો તો તે મન રૂપી નિરંજન દેવની સત્તા હું મટાવી સૌને નિર્ભય બનાવી સંસાર સાગરની પાર ઉતારી દઉં.  તમે સાર શબ્દ સ્વરૂપ પરમતત્વના ટકસારને સમજો.  - ૧૦

ટિપ્પણી

“સાર શબ્દસે બાંચિહો” - સાર શબ્દ એટલે સત્યવચનો. સ્વાનુભૂતિથી જે વચનોની સત્યતા પરખવામાં આવી હોય છે તે વચનો પર જીવે વિશ્વાસ મૂકી પોતાની સાધના કરવી જોઈએ. તો જ માયાના ફંદામાંથી બચી શકે.

“પરખો ટકસારા હો” - ટકસારા એટલે ટંકશાળ. નગદ નાણા સિક્કારૂપે જ્યાં બહાર પડતા હોય તે સ્થળ. ખોટો સિક્કો ત્યાં પરખાય જાય. ખોટા સિક્કાનું ચલણ ત્યાંથી અટકી જાય. માયાની છાપવાળા જ્ઞાન, ભક્તિ, યોગ ને કર્મના સિક્કાઓ આત્મકલ્યાણના પંથે ખોટા ઠરે છે. જે જ્ઞાન, ભક્તિ યોગ ને કર્મ પોતાના સ્વરૂપની પહેચાન કરાવે તે જ સાચા સિક્કા આ શબ્દમાં સાર શબ્દ સત્ય વચનોની યાદ અપાવે છે તેથી તેને ટકસાર એટલે સત્યનો માર્ગ પણ કહી શકાય.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,016
pdf-1અનંત સૂર | Anant Soor 10,661
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,461
pdf-3Amar Varso | અમર વારસો 8,074
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,163