Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન માયા તો એક હૈ, માયા મનહિં સમાય
તીન લોક સંશય પરા, કાહિ કહૂં સમઝાય

મન તથા માયા તો એક જ પદાર્થ છે અને માયા મનમાં જ રહે છે. પરંતુ ત્રણે લોક સંશયગ્રસ્ત હોવાને કારણે આ સત્ય સમજી શકે નહીં. હું તો વળી કેટલાંકને સમજાવું ?

નોંધ :  સામાન્ય જન સમાજમાં માયા વિષે ઘણી ભ્રમણાઓ પ્રવર્તે છે. માયો જાણે આ અવકાશમાં કયાંક છૂપાયલી હોય ને અચાનક આવીને આપણને નુકસાન કરી જશે એવા ડરથી લોકો જીવે છે. સ્ત્રીને, પુત્રોને, સંપત્તિને માયા ગણવામાં આવે છે ને તેથી તે લોકો સાથે તેવો વ્યવહાર કરવાની શિખામણ આપવમાં આવે છે તે તો વળી જુદી જ વિચારસરણી છે. આવા ગલત સિદ્ધાંતો દ્વારા સમાજમાં વહેમ ને દુરાચાર ખૂબ જ વધારવામાં આવતા હતા. તેથી કબીર સાહેબે આ સાખી દ્વારા માયા વિષે સાચો ખ્યાલ આપ્યો છે. માયા તો મનમાં જ રહે છે. તે મનમાંથી જ ઉત્પન્ન થાય છે. કોઈ વસ્તુ માટે આસક્તિ થાય તો તે માયાનું એક સ્વરૂપ જ થયું. કોઈ સ્ત્રી માટે મોહ ઉત્પન્ન થયો તો તે પણ માયાનું એક સ્વરૂપ જ થયું. માટે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સ્ત્રી માયા નથી પરંતુ તેનાં તરફની દષ્ટિ દુર્ભાવવાળી હોય તો તે માયા છે. સદ્‌ભાવવાળી દષ્ટિ માયામય નથી. કબીર સાહેબની આ પ્રકારની સમજથી સમાજ તરફનો આપણો દષ્ટિકોણ જ બદલાઈ જાય છે. મન વિષે સમજાવતાં કબીર સાહેબ કહે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,024
pdf-1અનંત સૂર | Anant Soor 10,693
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,469
pdf-3Amar Varso | અમર વારસો 8,081
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,170