કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન કે બહુતક રંગ હૈ, છિન છિન બદલે સોય
એકૈ રંગમેં જો રહૈ, ઐસા બિરલા કોય
મનના તો ઘણા પ્રકારના રંગો છે. એ રંગો તો ક્ષણે ક્ષણે બદલાયા જ કરે છે. એક જ રંગમાં મનને રંગેલું રાખે તેવા તો વિરલ પુરૂષ જ હોય છે.
Add comment