કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તનકી ભૂખ તો તનિક હૈ, તીન પાવ ઔર સેર
મનકી ભૂખ અનંત હૈ, નિગલૈ મેરૂ સુમેર !
આ શરીરની ભૂખ તો ક્ષણિક જ છે. બહુ બહુ તો ત્રણ પાશેર કે એક શેર. (એટલાથી તો પેટનો ખાડો પૂરાય છે ને સંતોષ પણ થાય છે) પરંતુ મનની ભૂખની કોઈ ગણતરી થઈ શકતી નથી. મોટા મોટા મેરૂ પર્વત પણ ઓછા પડે.
Add comment