Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઔર કર્મ સબ કર્મ હૈ, ભક્તિ કર્મ નિષ્કર્મ
કહૈ કબીર પુકારિ કૈ, ભક્તિ કરો તજી ધર્મ

બીજા બધાં જ કર્મો સકામ છે સિવાય કે  ભક્તિ. ભક્તિનું કર્મ નિષ્કામ કર્મ હોવાથી તારક બની જાય છે. તેથી જ કબીર કહે છે કે ધર્મનાં તમામ સકામ કર્મકાંડને છોડીને ભક્તિમાં જ મનને લગાડો.

નોંધ :  અગાઉ કબીર સાહેબ કર્મ અંગે આપણને સમજાવી ગયા છે. અહીં એકદમ સ્પષ્ટ ભાષામાં કયા કર્મ કરવાં જોઇએ તેનું માર્ગદર્શન આપે છે. ભક્તિનું કર્મ કરવા જેવું છે કારણ કે તે તારક બની જાય છે. નિષ્કામ ભક્તિ એટલે કામના વિનાની ભક્તિ જેમાં પરમાત્માનાં દર્શન સિવાય અન્ય કોઈ કામના હોતી જ નથી. તેવી ભક્તિ તારક છે. સકામ ભક્તિ તો બાધક છે. તેથી તેવી ભક્તિ ન કરવી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,130
pdf-1અનંત સૂર | Anant Soor 10,898
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,515
pdf-3Amar Varso | અમર વારસો 8,114
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,219