Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જબ લગ નાતા જગત કા, તબ લગ ભક્તિ ન હોય
નાતા તોડૈ હરિ ભજૈ, ભક્ત કહાવૈ સોય

જ્યાં સુધી જગત સાથે સંબંધ રહે છે ત્યાં સુધી નિષ્કામ ભક્તિ થતી નથી. એ સંબંધ તોડીને જે હરિનું ભજન કરે છે તે સાચો ભક્ત કહેવાય.

નોંધ :  જગત સાથેનો સંબંધ એટલે જગતના વિષય પદાર્થોની પ્રાપ્તિ માટે મોટા ભાગનો સમય વ્યતીત થાય. લગભગ જીવનનો અંત આવી જાય ત્યાં સુધી એ કામનાઓની તૃપ્તિ થતી નથી. મનમાં માત્ર પ્રભુની જ ઝંખના હોય તો સાચી ભક્તિ થઈ શકે.