Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ખેત બિગાર્યો ખરતુઆ, સભા બિગારી કૂર
ભક્તિ બિગારી લાલચી, જ્યોં કેસરમેં ધૂર

જેમ નકામું ઘાસ ખેતરની ખરાબી કરે છે, જેમ મૂર્ખ માણસ સભાના રંગમાં ભંગ પાડે છે, જેમ ધૂળ કેસરને બગાડે છે તેમ લોભ લાલચ ભક્તિને બગાડી મૂકે છે.

નોંધ :  ખેતરમાં નીંદામણ ખૂબ થતું હોય છે. સાચો ખેડૂત તેને સમયસર નીંદી કઢાવી ખેતરને સાફ રાખવા પ્રયત્ન કરે છે. તે રીતે ભક્તિ કરવાના પ્રયત્નો કરનારના મનમાં કામનાઓ જાગ્યા જ કરતી હોય છે તે કામનાઓ મનમાં શાંત ન થાય ત્યાં સુધી સાચી ભક્તિ થઈ શક્તિ નથી. કામનાઓ ભક્તિને સકામ સ્વરૂપ આપી દે છે. તેથી ભક્તિને તેઓ બગાડી મૂકે છે. મનુષ્ય તરીકે જન્મ ધારણ કર્યા પછી કામનાઓને મહત્વ આપવામાં આવે તો તે મૂર્ખ માણસનું લક્ષણ છે. મનુષ્ય અવતાર તો ઉત્ક્રાંતિ કરવાની સોનેરી તક ગણાય છે. સમય કિંમતી ગણાય છે. સમજુ માણસો સમયને પારખીને મનમાં ઊઠતી જુદી જુદી કામનાઓને શાંત કરવા મહેનત કરે છે તેવી મહેનત ન કરવામાં આવે તો મનુષ્ય જન્મનો સમય નકામો વ્યતીત થઈ જાય. કેસર કિંમતી હોય છે. તે ઔષધ માટે અમૂલ્ય ગણાય છે. પરંતુ જો ધૂળ તેમાં ભળી ગયેલી હોય તો તેનો ઉપયોગ થઈ શકતો નથી. મનમાં કામનાઓ ન જાગે તો ભક્તિનો ઉપયોગ કેસરની માફક કરી શકાય નિષ્કામ ભક્તિ દ્વારા ઉત્ક્રાંતિ સાધી શકાય. પરંતુ સમજુ ને જ્ઞાની હોય તે જ આ સોનેરી તકનો લાભ લઈ શકે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,858
pdf-1અનંત સૂર | Anant Soor 10,562
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,361
pdf-3Amar Varso | અમર વારસો 8,018
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,075