Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અંધ ભયા સબ ડોલઈ, યહ નહિ કરે વિચાર
હરિ ભક્તિ જાને બિના, બૂડી મૂઆ સંસાર

જગતની વિષય પદાર્થની મોહિનીમાં બધાં જ આંધળા બનીને તેને પ્રાપ્ત કરવા મથી રહ્યા હોય છે. તે સૌ મનુષ્ય જન્મની ઉત્તમતાનો વિચાર કરતાં જ નથી. તેથી દુન્યવી માણસ ભક્તિનું સાચું સ્વરૂપ સમજ્યા વિના સંસાર સાગરમાં ડૂબી જાય છે.