Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કામી ક્રોધી લાલચી, ઈનતેં ભક્તિ ન હોય
ભક્તિ કરે કોઈ સૂરમા, જાતિ બરન કુલ હોય

કામી, ક્રોધી ને લાલચી લોભી માણસથી કદી પણ નિષ્કામ ભક્તિ થઈ શક્તિ નથી. નિષ્કામ  ભક્તિ તો કોઈ શૂરવીર હોય તે જ કરી શકે કારણ કે સૌ પ્રથમ એમાં ન્યાત, જાત ને કુળના ભેદોનો ત્યાગ કરવો જરૂરી હોય છે.