Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દેખા દેખી ભક્તિ કા, કબહૂં ન ચઢસી રંગ
બિપતિ પડે યોં છાંડસી, જ્યોં કેંચુલી ભુજંગ

દેખાદેખીથી કરવામાં આવતી ભક્તિનો રંગ જીવનમાં કદી યે ઊંડો લાગતો નથી. જેવી રીતે સાપ કાંચળી ઉતારી નાંખે છે તેવી રીતે સંકટ આવી પડતાં એવી નકલી ભક્તિ છૂટી જશે.