Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન દીયા કહિં ઔર હી, તન સાધન કે સંગ,
કહ કબીર કોરી ગજી, કૈસે લાગે રંગ.

કબીર કહે છે કે મન બીજી જગ્યાએ પરોવાયલું હોય ને શરીર સાધન સાધવામાં લાગેલું હોય તો સફળતા મળતી નથી. કોરા કપડા પર રંગ કેવી રીતે લાગે શકે ?

નોંધ :  હાથમાં માળા લઈને બેઠેલા જીવનું ચિત્ત માળામાં રહેવું જોઈએ પરંતુ હકીકતે ચિત્ત બીજે ક્યાંક ચાલ્યું જતું હોય છે એવો સૌનો અનુભવ છે. એ રીતે ચિત્ત બીજે જ પરોવાયલું રહેતું હોય તો માળા ફેરવવાથી લાભ પ્રાપ્ત થતો નથી. શરીર માળારૂપી સાધનમાં રત હોય પણ મન માળામાં નહિ ને બીજે જ ક્યાંક રત હોય તો માળા ફેરવવાની મહેનત વૃથા ગણાય મહેનત કરીને પણ મનને માળામાં જોડવા પ્રયત્ન કરવો જોઈએ. મન માળામાં બંધાયલું રહેશે તો પ્રભુના સ્મરણમાં જોડાયલું રહેશે ને તો જ આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થઈ શકશે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,859
pdf-1અનંત સૂર | Anant Soor 10,564
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,362
pdf-3Amar Varso | અમર વારસો 8,019
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,076