Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અપને પહિરે જાગિયે ના પડિ રહિયે સોય,
ના જાને છિન એકમેં કિસકા પહિરા હોય.

માનવે પોતે જ પોતાનો પહેરો ભરવાનો છે. પ્રમાદ સેવીને સૂતા રહેવાથી ક્ષણ માત્રમાં હૃદયરૂપી આંગણમાં બીજા કોઇનો પહેરો ગોઠવાઇ જાય છે. તેની ખબર પણ પડતી નથી.

નોંધ :  મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે હર ક્ષણે સાવધાન બનવાની જરૂર છે. હૃદયમાં સારા ભાવો પણ જન્મે છે ને ખરાબ ભાવો પણ પેદા થાય છે ખરાબ ભાવો વધવા દેવાથી કલ્યાણ થઇ શકતું નથી. ખરાબ ભાવો તો દિન પ્રતિદિન ઓછા થતા જાય તે માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સારા ભાવોમાં જ મન સ્થિર બને તો જ આત્મકલ્યાણ કરી શકાય ને મનુષ્ય જન્મને સાર્થક કરી શકાય સારા ભાવો જગાડવા માટે મનુષ્યે સદગ્રંથોને વાંચવા વિચારવા જોઇએ, સારા મનુષ્યોનાં સંગમાં રહેવું જોઇએ, સંત સમાગમ કરવો જોઇએ; એ રીતે રહેવાથી મનમાં સારા વિચારો ઉદભવશે ને મન સદભાવમાં જ લીન રહેવા ટેવાશે. ઋગ્વેદમાં પણ આવી જ પ્રાર્થના ઋષિમુનિઓએ કરી છે.
આ નો ભદ્રા : ક્રતવો યન્તુ વિશ્વત:
અર્થાત્ ચારે બાજુથી સારા વિચારો જ સારા મનને ઘેરી વળો. મનમાં સારા વિચાર ઉદભવશે તો જ સન્માર્ગે જઈ શકશે. આ દષ્ટિથી પણ મન અગત્યનું સાધન છે. મનની અવગણના કદી કરવી નહિ. આ શરીર પર મનનું શાસન ચાલે ત્યાં સુધી મન કહે છે તે પ્રમાણે જ થશે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,517
pdf-1અનંત સૂર | Anant Soor 10,206
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,874
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,905