Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

હદ ચલે સો માનવા, બેહદ ચલે સો સાધ
હદ બેહદ દોનો તજૈ, તાકો મતા અગાધ

હદમાં ચાલે તે મનુષ્ય ને બેહદમાં ચાલે તે સંત. હદ ને બેહદથી પરના પ્રદેશમાં જે વિહરે છે તેની બુદ્ધિ તો અગાધ છે.

નોંધ :  મનુષ્ય પોતાની ત્રૃટિઓને દૂર કરી શકતો નથી પોતાની ત્રૃટિને તે સમજે પણ છે છતાં તેનું ચંચલ મન તેને સુધરવા માટે પ્રવૃત્ત થવા દેતું નથી. ભૂલેચૂકે કદી થાય તો તે સ્હેજ બાનું મળતાં ફરી બેસે છે. મનુષ્ય જો આ મર્યાદાને ઓળંગી જાય તો તે સંત બની ગયો કહેવાય. તેણે મન પર સંયમ સ્થાપિત કર્યો કહેવાય. તો જ તે અનંતનો વિચાર કરી શકે ને તેમાં સદા રમમાણ રહી શકે. જ્ઞાની પુરૂષો તો એથી પણ આગળ જઈને પરમ પદ પર આરૂઢ થઈ જાય છે. જ્ઞાની પુરૂષની દષ્ટિ બ્રહ્મમયી થઈ જાય છે તેથી તે જગતમાં કાંઈ પણ ક્રિયા કરતો દેખાય છતાં પણ પોતાના મનને બ્રહ્મમાં જ જોડેલું રાખે છે. એવા જ્ઞાની પુરૂષની બુદ્ધિ અગાધ હોય છે. સમુદ્રનું માપ જેમ આપણે ન કરી શકીએ તેમ આવા જ્ઞાનીનું માપ પણ કરી શકાય નહિ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,724
pdf-1અનંત સૂર | Anant Soor 10,326
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,274
pdf-3Amar Varso | અમર વારસો 7,933
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,983