Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પહેલે યહ મન કાગ થા, કરતા જીવન ઘાત,
અબ તો મન હંસા ભયા, મોતી ચુંગિ ચુંગિ ખાત.

પહેલા તો મન કાગડા જેવું હતું ને જીવહિંસા પણ કરતું. હવે તો એ મન હંસ જેવું થઈ ગયું છે તેથી વીણી વીણીને મોતીનો ચારો જ ચરે છે.

નોંધ :  સાધનાની શરૂઆતમાં મન કાગડા જેવું હોય છે. એટલે કે તામસિક હોય છે. સ્વાર્થમાં રત હોય છે. સ્વાર્થ સાધવા તે જીવહિંસા પણ કરે છે. એ મન જેમ જેમ સાધનામાં રત રહે છે તેમ તેમ તેમાં પરિવર્તન થતું રહે છે. તેનામાં રહેલા તામસિક ભાવોને બદલે સાત્વિક ભાવોનાં ઝરણાંઓ ફૂટી નિકલે છે. ધીમે ધીમે મન સત્વમાં સ્થિર બનતું જાય છે. એવા મનને કબીર સાહેબ હંસ સાથે સરખાવે છે. મોતીનો ચારો એટલે પરમ તત્વરૂપી મોતીનો ચારો. તેવું મન પરમ  તત્વની રટણમાં જ લીન રહે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,177
pdf-1અનંત સૂર | Anant Soor 10,961
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,537
pdf-3Amar Varso | અમર વારસો 8,136
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,261