Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન મુરીદ સંસાર હૈ, ગુરુ મરીદ કોઈ સાધ,
જો માનૈ ગુરુબચન કો, તાકો મતા અગાધ.

આખો સંસાર મનનો જ શિષ્ય બનેલો છે (આત્મારૂપી) સદગુરુનો શિષ્ય તો કોઇક જ સંત હોય છે જે સદગુરુનાં વચન માને છે તેનું જ્ઞાન અગાધ છે.

નોંધ : ખાસ કરીને મન જગતના વિષય પદાર્થોને ઝંખતું હોય છે. તેવા મનને બહિર્મુખ મન કહે છે. સુખની શોધ બહાર ભટકીને જ તે કર્યા કરે છે. તેવા મનને કદી સુખની પ્રાપ્તિ થતી નથી. જે કાંઈ પ્રાપ્તિ થાય છે તે તો ક્ષણિક સુખની જ. તેથી થોડી વાર પ્રસન્ન રહી ફરીથી તે ઉદ્વિગ્ન, વિહ્વલ ને અકળવિકળ બની જાય છે. જો મનનો આશરો છોડીને જીવ આત્મ રૂપી સદગુરુનું શરણું લે તો તેનો બેડો પાર થઈ જાય છે. આત્મજ્ઞાની જ પરમસુખી બની રહે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,024
pdf-1અનંત સૂર | Anant Soor 10,692
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,468
pdf-3Amar Varso | અમર વારસો 8,080
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,168