Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબીર જેતી દેખીં આતમા, તેતા સાલિગરામ
સાધૂ પ્રત્યક્ષ દેવ હૈ, નહીં પાથર સૂં કામ

કબીર કહે છે કે હું જે આતમાને જોઉં છું તે તે આત્મામાં મને શાલિગ્રામનાં જ દર્શન થાય છે. ખરેખર તો સાધુ પોતે જ પ્રત્યક્ષ દેવ હોય તો પછી પથ્થરનાં દેવનું શું કામ ?

નોંધ :  મનુષ્યનું શરીર સાકાર રૂપ ગણાય. તેમાં નિરાકાર આત્મ તત્વ રહેલ છે એવી પ્રતીતિ સુજ્ઞ સંતજનોને થયા કરે છે. જ્યાં સુધી એવી પ્રતીતિ થાય છે ત્યાં સુધી પથ્થરની જળ મૂર્તિ પાસે કોઈ જાય નહીં. જીવતી જાગતી મૂર્તિમાં જ શાલિગ્રામનાં દર્શન થતાં હોય તો શાલિગ્રામની જડમૂર્તિની શોધ કોણ કરશે ?  કબીર સાહેબ અહીં પણ મૂર્તિપૂજા અંગ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. સંતો જ પ્રત્યક્ષ દેવ જેવા છે. તેમની પૂજા કરવી હોય તો કરો. બાકી પથ્થરની મૂર્તિમાં શાલિગ્રામનાં દર્શન ન થતાં હોય તો તેની પૂજા કરવાથી શો ફાયદો ?  આ દષ્ટિએ જ તેમણે બીજી એક સાખી કહી છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,130
pdf-1અનંત સૂર | Anant Soor 10,899
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,517
pdf-3Amar Varso | અમર વારસો 8,114
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,219