Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પથ્થર પૂજૈ હરિ મિલે, તો મેં પૂજું સબ પહાર
ઇસસે તો ચક્કી ભલી, પીસ ખાવૈ સંસાર

માત્ર પથ્થર પૂજવાથી જ જો હરિ મળતા હોય તો હું બધાં જ પર્વતોની પૂજા કરવા તૈયાર છું. એના કરતાં એ પથ્થરની ઘંટી બનાવી દેવામાં આવે તો સંસારના ગરીબ લોકો લોટ દળીને પોતાનું ગુજરાન કરી શકે.

નોંધ :  અગાઉ કબીર સાહેબ કહી ગયા છે કે આત્મદષ્ટિ રાખીને કોઈ પણ ક્રિયાકાંડ કે પૂજા કરવામાં આવે તો તેનું ફળ મળી શકે છે. બાકી આત્મતત્વની સૂઝ વિના બધી મહેનત નિરર્થક નીવડે છે : “આતમ તત્વ ચીને બીના સબ હૈ જૂઠી સેવ.” આત્મ તત્વની સમજણ હોય તો તે તત્વ સર્વવ્યાપક હોવાથી પથ્થરમાં પણ તેની હાજરી છે એવી પ્રતીતિ અવશ્ય થાય. પણ તેવી સમજણ ન હોય તો પથ્થર જડ જ લાગે. છતાં દેખાદેખી તેવી અવસ્થામાં જડ પથ્થરની પૂજા કરવામાં આવે છે તે ખરેખર લાભદાયી થતી નથી. એના કરતાં તો પથ્થરને ઘંટી બનાવી દેવાના વ્યવસાય કરવા જરૂરી છે. તેનાથી બે લાભ થશે. ગરીબોને રોજી મળશે ને સંસારને વ્યવસ્થા મળશે. કબીર સાહેબનો આ માનવતાલક્ષી વિચાર કેટલો બધો આકર્ષક છે !  પૂજા કરવા પાછળ પણ કેવી દષ્ટિ છે તે અગત્યનું ગણવું જોઈએ.

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,023
pdf-1અનંત સૂર | Anant Soor 10,692
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,468
pdf-3Amar Varso | અમર વારસો 8,080
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,168