Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ભાઈ રે દુઈ જગદીસ કહાં તે આયા ?  કહુ કવને ભરમાયા ?
અલ્લહ રામ કરીમા કેસવ, હરિ હજરત નામ ધરાયા  - ૧

ગહના એક કનક તે ગહના, ઈનિ મંહ ભાવ ન દૂજા
કહાન સુનનકો દુઈ કહિ થાપૈ, ઈક નમાજ ઈક પૂજા  - ૨

વહી મહાદેવ વહી મહંમદ, બ્રહ્મા આદમ કહિયે
કો હિન્દુ કો  તુરુક કહાવૈ, એક જિમી પર રહિયે  - ૩

બેદ કિતેબ પઢૈ વૈ કુતુબા, વૈ મૌલના વૈ પાંડે
બેગરિ બેગરિ નામ ધરાયે, એક મટિયા કે ભાંડે  - ૪

કહંહિ કબીર વૈ દૂનૌં ભૂલે, રામહિ કિનહું ન પાયા
વૈ ખરસી વૈ ગાય કટાવૈ, બાદહિ જન્મ ગંવાયા  - ૫

સમજૂતી

હે ભાઈઓ, બે પરમાત્મા ક્યાંથી આવ્યા ?  કહો તમને કોણે ભરમાવ્યા છે ?  જરા વિચાર તો કરો કે એક જ પરમાત્મા અલ્લાહ, રામ, કરીમા, કેશવ, હરિ, હજરત વિગેરે જુદા જુદા નામો ધરાવે છે.  - ૧

સોનામાંથી ઘરેણાં બને છે તેથી એ બેમાં બીજો કોઈ ભેદ નથી. એક પડે નિમાજ ને બીજો કરે પૂજા, માત્ર કહેવા સાંભળવા માટે જ બે ભેદ પાડી સ્થાપના કરી લાગે છે.  - ૨

તે જ મહાદેવ ને તે જ મહંમદ છે. બ્રહ્મા તે જ આદમ કહેવાય. એક જ જમીન પર સૌ રહે છે ત્યાં કોણ હિન્દુ ને કોણ મુસલમાન ?  - ૩

જે વેદ વાંચે ને સમજાવે તે પાંડે કહેવાય અને જે કુરાન પઢે તે મૌલાના કહેવાય. એક જ માટીના બધા વાસણો છે, માત્ર નામ જુદા જુદા ધરી લીધા છે એટલું જ !  - ૪

કબીર કહે છે કે હિન્દુ અને મુસલમાન બંને ભૂલને રસ્તે છે. કોઈએ રામ તત્વનું રહસ્ય જાણ્યું જ નથી. હિન્દુઓ બકરાંને અને મુસલમાનો ગાયને કાપે છે ને કપાવે છે. બંને પોતાનો મોંઘો મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવી રહ્યા છે.  - ૫

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082