Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ચલતી ચક્કી દેખિકે, દિયા કબીરા રોય
દુઇ પટ ભીતર આઈ કે, સાબિત ગયા ન કોય

દયા ભાવને કારણે કબીર કહે છે કે કાળની આ સતત ચાલતી ચક્કી જોઈને મને રડવું આવે છે કારણ કે કાળનાં આ બે પડની ભીંસમાં ખરેખર કોઈ પણ સહીસલામત નીકળ્યું નથી.

નોંધ :  જન્મવું, ખાવું-પીવું, પરણવું, પુત્રો પેદા કરવા, સંપત્તિ ભેગી કરવી ને મરણ પામવું એ રીતનું જીવન મનુષ્યને માટે શોભાસ્પદ નથી. કારણ કે પ્રભુએ માત્ર મનુષ્યને જ બુદ્ધિ આપી છે. જ્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ ન કરે ત્યાં સુધી શરીર માણસનું હોવા છતાં તે પશુ સમાન છે. બુદ્ધિનો ઉપયોગ કરનારને જ આ માનવ જીવનનું મહત્વ સમજાય છે તેવી જ વ્યક્તિ માનવતાનો વિકાસ કરવા પ્રયત્ન કરે. જરૂર જણાય તો મહાપુરુષની મદદ લે ને પોતામાં રહેલી જડતાને ઓગાળે. મહાપુરુષની વાણી સમજે ને તે પ્રમાણે જીવન જીવે. પોતાના મનમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા તે પ્રયત્ન કર્યા જ કરે. બાકીના મનુષ્યો તો પશુ સમાન જ જીવે છે ને મરે તેવા મનુષ્યોને માટે દયાભાવથી કબીર સાહેબ ચેતવણી આપે છે. જે ચેતશે તેનો બેડો પાર.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,548
pdf-1અનંત સૂર | Anant Soor 10,221
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,205
pdf-3Amar Varso | અમર વારસો 7,887
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,914