Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ગાવૈ કથૈ વિચારે નાહીં, અનજાને કા દોહા
કહં હિ કબીર પારસ પરસે બિનું, પાહન ભીતર લોહા

જે જીવ ગાય છે ને કથા કરે છે પણ તેનો મર્મનો વિચાર કરતો નથી તે સમજ્યા વિના ગાયેલા દોહા જેવો છે. કબીર હકે છે કે પારસમણિના સ્પર્શ થયા વિના પથ્થરમાં રહેલું લોઢું સુવર્ણ બની શકતું નથી.

નોંધ :  કબીર સાહેબ જે કાંઈ સાધનનો ઉપયોગ કરવાનું કહે છે તે બરાબર સમજીને આગ્રહ રાખે છે. ન સમજાય તો જે સમજે છે તેની પાસે જવાનો બોધ આપે છે. પારસમણિના પ્રતીક દ્વારા જ્ઞાની પુરૂષને સમજવાથી વાત સ્પષ્ટ થઈ જાય છે. માત્ર ગ્રંથો વાંચવાથી અર્થબોધ થતો નથી. તે માટે ફરીથી તેઓ ભારપૂર્વક કહે છે કે ...  (જુઓ સાખી-૧૦૭)

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,144
pdf-1અનંત સૂર | Anant Soor 10,917
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,524
pdf-3Amar Varso | અમર વારસો 8,120
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,234