Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સકલો દૂરમતિ દૂરિ કસ, અચ્છા જનમ બનાવ,
કાગ ગમન મતિ છાંડિકે, હંસ ગમન ચલિ આવ.

હે ! જીવ, જો તું તારું આત્મકલ્યાણ કરવા ઈચ્છતો હોય તો તું સૌ પ્રથમ તારી બુદ્ધિને સુધાર. ખરાબ વિચારો વાળી બુદ્ધિથી તારું અહિત થશે. કાગડા જેવી બુદ્ધિ છોડી દઇને તું હંસ સમાન બુદ્ધિ પ્રાપ્ત કર અને આગળ  વધ.

નોંધ :  કબીર સાહેબ સદાચારનો માત્ર ઉપદેશ આપતા નથી પણ આચરણ તરફ ધ્યાન આપવાનું સૂચવે છે. કાગડાની બુદ્ધિ દ્વારા સ્વાર્થ સાધવા માટે લુચ્ચાઈની મનોવૃત્તિ સમજવી. તેવી મતિનો ત્યાગ અનિવાર્ય છે. તો જ આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકાય. હંસના પ્રતીક દ્વારા વિવેકજ્ઞાન પર ભાર મૂકવામાં આવ્યો છે. સારું શું ને નરસુ શું તે પારખવાનું જ્ઞાન તે વિવેકજ્ઞાન.