કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઉપર કી દોઉ ગઈ, હિય કી ગઈ હેરાય
કહ કબીર ચારિઉ ગઇ, તાસો કહા બસાય ?
ઉપરની બે આંખો પણ ગઈ ને હૃદયની દષ્ટિ પણ ગઈ. કબીર કહે છે કે જેની ચારે નજર ગઈ છે તેનું આ જગતમાં શું ઠેકાણું છે ?
નોંધ : હૃદયની પણ બે આંખો છે : શ્રદ્ધા ને વિશ્વાસ. સ્થૂળ આંખો નષ્ટ થાય તો તો સમજ્યા પણ હૃદયની જો બંને જાય તો તેનું આવાગમન કાયમ ચાલુ જ રહે છે. તે સુખી થઈ શકે નહિ.
 
																										
				
Add comment