કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સુરગ પાતાલ કે બીચમેં, દુઈ તુમરિયાં બદ્ધ
ષટ દરસન સંસય પરી, લખ ચૌરાસી સિદ્ધ
સ્વર્ગને પાતાળની વચ્ચે જે મૃત્યુલોક છે તેમાં બે તુમડીઓથી બધાં બંધાઈ ગયા છે તે કારણે જ તેઓ પોતાને સિદ્ધ માનીને છ દર્શનશાસ્ત્રોમાં શંકાઓ કરી કરીને સાચો મર્મ પકડી શકતા નથી અને લખ ચોરાસીના ફેરામાં ફર્યાં જ કરે છે.
નોંધ : બે તુમડીઓ એટલે દ્વંદ્વો-સુખદુઃખ, રાગવિરાગ, લાભગેરલાભ વિગેરે દ્વંદ્વો. દ્વંદ્વોથી કોણ મુક્ત છે ? ભણેલા કે અભણ, ગરીબ કે તવંગર સહુ કોઈ દ્વંદ્વોથી બંધાયલા છે એમાંથી છૂટવા માટે શ્રદ્ધા ને વિશ્વાસ કેળવી ગુરૂનો સંગ કરવો જોઈએ.
 
																										
				
Add comment