Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મૂએ પીછે મત મિલૌ, કહૈ કબીરા રામ
લોહા માટી મિલ ગયા, તબ પારસ કેહિ કામ ?

હે ભગવાન !  મર્યા પછી તમે મને મળશો નહીં. લોખંડની તો માટી થઈ જાય પછી પારસમણિનું શું કામ ?

નોંધ :  પ્રભુને ભજવા માટે જેમ આ જીવનનો મહિમા કબીર સાહેબે ગાયો છે તેમ પ્રભુનાં દર્શન માટે પણ આ જીવન એક સુંદર સોનેરી તક છે એમ માનીને જીવે સતત પુરૂષાર્થ કરવો જોઈએ એવો ઉપદેશ આપણને આપેલો છે. બીજી વાર આવું મનુષ્ય જીવન મળશે નહિ એવી ચેતવણી કબીર સાહેબે વારંવાર આપી છે. લોખંડ પડ્યું પડ્યું તો કાટ જ ખાય. કાટના થર ફીટતાં ફીટતાં તે માટીમાં જ ભળતું જાય. આખરે માટી જ બની જાય. લોખંડનું સુવર્ણ કદી થાય નહીં. પરંતુ જો પારસમણિનો સ્પર્શ થઈ જાય તો લોખંડ લોખંડ રહેતું નથી એટલે તેને કાટ ચઢવાનો ભય રહેતો નથી. પારસમણિના સ્પર્શથી લોખંડ તો સુવર્ણમય  બની જાય છે. આ જન્મમાં જ જો પ્રભુ રૂપી પારસમણિનો સ્પર્શ આ જીવને થઈ જાય તો જ મનુષ્ય જન્મનું સાર્થક્ય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,024
pdf-1અનંત સૂર | Anant Soor 10,692
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,468
pdf-3Amar Varso | અમર વારસો 8,080
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,168