Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પરિશિષ્ટ - ૩ (ભજન-૨૬ નાં સંદર્ભમાં, નાદબ્રહ્મ પદ-૪૦૬)

(સંદર્ભ : “સબદ” પૃ-૪૩૦)

હરિ રંગ લાગા હરિ રંગ લાગા, મેરે મનકા સંસૈ ભાગા  - ટેક

જબ હમ રહલીં હઠિલ દિવાની, તબ પિય મુખાં ન બોલા
જબ દાસી ભયી ખાક બરાબરિ, સાહિબ અંતર ખોલા  - ૧

સાંચે મન તૈં સાહિબ નૈરે, જૂઠે મન તૈં ભાગા
હરિજન હરિ સૈં ઐસે મિલિયા જસ સૌને સંગ સુહાગા  - ૨

લોક જાજ કુલકી મરજાદા તોરિ દીયૌ જસ ધાગા
કહૈ કબીર ગુર પૂરા પાયા ભાગ હમારા જાગા  - ૩

----------

રંગ = પ્રેમ

સંસૈ = ભ્રમ

હઠિલ = હઠીલી

પિય = પ્રિયતમ - આત્મા

ખાક = નામશેષ - અહંકાર હાથ કરાવે. તે દશામાં મનની વૃત્તિઓ હઠીલી જ હોય. ત્યારે આત્મા કંઈ બોલતો નથી. પરંતુ અહંકાર દૂર થાય ત્યારે આત્મા પોતાની પ્રભુતા બતાવે.

નૈરે = નજીક. જે મન શુદ્ધ થઈ ગયું હોય તે સાચું મન. તે પવિત્ર મનથી પરમાત્મા સાવ નજીક જ લાગે કારણ કે સતત આત્મ પ્રતીતિ થતી રહે છે. પરંતુ જે મન અશુદ્ધ છે તેનાથી પરમાત્મા દૂર જ રહે છે.

હરિજન = શુદ્ધ મન થઈ જાય તો જીવ હરિનો અનુભવ કરી શકે અને હરિમય થઈ જાય.

સૌને = સોનામાં સુગાહ મળી જાય તેમ જીવ હરિમાં ભળી જાય.

તોર દિયો = સાંસારિક સંબંધો હરિને ભુલાવે તેથી સાંસારિક સંબંધોને મનથી છોડી દેવા પડે. દોરી તોડવામાં આવે તેમ તે સંબંધોને પણ ભૂલી જવા પડે તો જ હરિમિલનનું ભાગ્ય જાગે.

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,292
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,627
pdf-2અનંત સૂર | Anant Soor 9,296
pdf-3Amar Varso | અમર વારસો 7,473
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,170