Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પરિશિષ્ટ - ૬ (ભજન-૪૬ નાં સંદર્ભમાં, નાદબ્રહ્મ પદ-૫૦૮)

(સંદર્ભ : ‘કબીરપંથી શબ્દાવલી’, પૃષ્ઠ-૭૦૮, પદ-૧૫)

ઐસે પિયા સંગ હોરી ખેલિયે હો
અહો મેરે સાધો, સુરતિ સુહાગનિનારી  - ટેક

પાંચ પચ્ચીસ સખિયનકી સંગતિ, તત મત સખી લિયા સાથ
અરસ પરસ પિયાકે સંગ રાચી, સહજ લકુટિયા હાથ  - ૧

ગગન મંડલમેં હોત કુલાહલ, ઉઠત રાગ અનુરાગ
બાજત તાલ મૃદંગ ઝાંઝિ ડફ, બહુ વિધિ ભયો સુહાગ  - ૨

ગ્યાન ગુલાલ અનહદ અગરજા, ચિત ચોવા મન લાય
કર કરની કેશરિ રંગ ભીની, બિન રસના ગુન ગાય  - ૩

ધન સતગુરૂ ધન સાધુકી સંગતિ, ધન હમારે ભાગ
સાંચી ફાગ ભગતિ સતગુરૂકી, કહે કબીર સુહાગ  - ૪

----------

૧.  પાંચ ઈન્દ્રિયો

૨.  પ્રકૃતિના પચ્ચીસ તત્વો =

પૃથ્વી - હાડ, ચામ, માંસ, નસ ને રોમ
પાણી - લાળ, રક્ત, પ્રસ્વેદ, મૂત્ર ને વીર્ય
તેજ - ક્ષુધા, તૃષા, આળસ, નિંદ્રા, મૈથુન
વાયુ - બલકરન, સંકોચન, પસારન, બોલન ને ધાવન
આકાશ - કામ, ક્રોધ, લોભ, મોહ તથા ભય

૩.  ‘તત’ એટલે તત્વ. આ નાશવંત શરીરમાં એક અવિનાશી તત્વ છે, તેને આત્મા કહે છે. ‘લિયા સાથ’ એટલે તેને જાણવું તે.

૪.  ગગન મંડળ એટલે કપાળની ઉપરનો માથાનો ભાગ

૫.  અનાહત નાદના ધ્વનિનો મધુર કોલાહલ  - અવાજ

૬.  સતગુરૂની સાચી ભક્તિ થાય તો ચિત્તવૃત્તિ સૌભાગ્યવતી બને અને જીવન સાર્થક થાય.

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,292
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,627
pdf-2અનંત સૂર | Anant Soor 9,296
pdf-3Amar Varso | અમર વારસો 7,473
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,170